ગાંધીનગર જિલ્લામાં ૧૯ કેસઇટાદરામાં વૃદ્ધ અને ભાટમાં યુવતીને કોરોના પોઝીટીવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-24 12:18:19
  • Views : 461
  • Modified Date : 2020-04-24 12:18:19

ગાંધીનગર જિલ્લાનાં ગામડાઓમાં કોરોના વયરસનાં વધી રહેલાં આક્રમણમાં આજે વધુ બે પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં માણસા તાલુકાનાં ઇટાદરા ગામમાં ૫૮ વર્ષીય વૃદ્ધ તેમજ ગાંધીનગર તાલુકાનાં ભાટ ગામમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ગાંધીનગર જિલ્લામાં કોરોના પોઝીટીવનો આંકડો ૧૯ ઉપર પહોંચી ગયો છે. જો કે આરોગ્ય તંત્ર ધ્વારા વેડાનો એક કેસ મહેસાણા તેમજ નાના ચીલોડા, ઝુંડાલ અને હાલીસાનાં ૩ કેસ અમદાવાદ જિલ્લામાં ગણવામાં આવતાં ગાંધીનગર જિલ્લા તંત્રને રાહત રહી છે.
ગાંધીનગર તાલુકાનાં ભાટ ગામની એક યુવતી કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગઈ છે. આ યુવતી ગઈ ૭ અને ૧૧ એપ્રિલે એસ.એમ.એસ હોસ્પિટલમાં સારવાર માટે ગઈ હતી. ત્યાર બાદ ૧૭ એપ્રિલે નોબલનગરમાં આવેલા એક ખાનગી ક્લિનિકમાં સારવાર લીધાં બાદ ફરીથી એસ.એમ.એસ હોસ્પિટલમાં સારવાર માટે ગઈ હતી. પરંતુ ત્યાંથી તેને અમદાવાદ સિવીલ હોસ્પિટલ મોકલવામાં આવી હતી. જ્યાં કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતાં આ યુવતીના ૧૫ પરિવારજનોને પણ કોરેનટાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આજુબાજુમાં રહેતાં કે સંપર્કમાં આવેલાં ૧૮ને હોમકોરન્ટાઈન કરાયા છે. આ સાથે અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આજે માણસા તાલુકામાં આવેલા ઇટાદરા ગામમાં ૫૮ વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ કોરોના
પોઝિટિવ આવ્યો છે. આ વૃદ્ધ હાલમાં અમદાવાદના
બહેરામપુરા વિસ્તારમાં રહે છે. જે થોડા દિવસ વતન ઇટાદરામાં રહેવા માટે આવ્યા હતા. ત્યારબાદ પરત પણ ગયા હતા. તે દરમિયાન અમરેલીના લાઠીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા તેમનાં પુત્ર ખબર કાઢવા આવ્યાં હતાં. અત્યારે ગાંધીનગર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં આ વૃદ્ધનાં પોઝીટીવ રીપોર્ટનાં કારણે લાઠીમાં પણ બે ડઝન લોકોને હોમ કેવોરોંટાઈન કરવા પડયા છે. જ્યારે ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ વૃદ્ધનાં સંપર્ક અંગેની માહિતી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માળતી માહિતી પ્રમાણે અમદાવાદથી ઇટાદરા આવવા અંગે આ વૃદ્ધ સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News