અમદાવાદની ખાનગી હોસ્પિટલો 96 ટકા ભરાઈ ગઈ, 98 ટકા ઓક્સિજન અને 99 ટકા વેન્ટિલેટર બેડ ફૂલ થઈ ગયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-15 15:50:00
  • Views : 246
  • Modified Date : 2021-04-15 15:50:00

    અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરોમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે દાખલ થવામાં હાલાંકી ભોગવવી પડી છે. સરકાર પુરતા બેડ હોવાની વાતો કરે છે. ત્યારે AAHNAએ દાવો કર્યો છે કે શહેરની ખાનગી હોસ્પિટલો 96 ટકા ભરાઈ ગઈ છે. જેમાં વેન્ટિલેટર બેડ 99 ટકા અને ઓક્સિજન બેડ 98 ભરાઈ ગયાં છે. હાલમાં ખાનગી હોસ્પિટલોમાં 5817માંથી કુલ 227 બેડ ખાલી છે.

    અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટેની 154 ખાનગી હોસ્પિટલોમાં 5817માંથી હવે કુલ 227 બેડ ખાલી છે. જેમા આઈસોલેસનમાં 129, HDUમાં 78, વેન્ટિલેટર વિના ICUમાં 14 અને વેન્ટિલેટર સાથે ICUમાં 6 બેડ ખાલી છે. તે ઉપરાંત કોવિડ કેર સેન્ટરની વાત કરીએ તો 363 બેડ ખાલી છે.અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટેની 154 ખાનગી હોસ્પિટલોમાં 5817માંથી હવે કુલ 227 બેડ ખાલી છે. જેમા આઈસોલેસનમાં 129, HDUમાં 78, વેન્ટિલેટર વિના ICUમાં 14 અને વેન્ટિલેટર સાથે ICUમાં 6 બેડ ખાલી છે. તે ઉપરાંત કોવિડ કેર સેન્ટરની વાત કરીએ તો 363 બેડ ખાલી છે.

    અમદાવાદ સિવિલ મેડીસીટીમાં આવેલી તમામ કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમના સગાઓની ચિંતાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમના સ્વજનો દર્દીની સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી મેળવી શકે તે માટે મેડિસીટીની તમામ હોસ્પિટલમાં હેલ્પલાઇન નંબર 24x7 કાર્યરત છે.તદનુસાર, 1200 બેડ હોસ્પિટલ માટે 94097-66908 / 94097-76264 હેલ્પલાઇન નંબર, મંજુશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ માટે – 940976697 હેલ્પલાઇ નંબર, આઇ.કે.ડી.આર.સી.(કિડની હોસ્પિટલ) માટે – 079-49017074 / 079-49017075 હેલ્પલાઈન નંબર, યુ.એન. મહેતા હાર્ટ ઇનસ્ટીટ્યુટ માટે – 90999 55247 / 90999 55248 હેલ્પલાઈન નંબર, જી.સી.આર.આઇ. (કેન્સર હોસ્પિટલ) માટે – 079-22690000 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવેલા છે.


Download Our B K News Today App



Related News