અમદાવાદમાં 10 બાળકી સહિત 14 બાળક અને 8 સગીર કોરોનાનો શિકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-15 16:11:48
  • Views : 472
  • Modified Date : 2020-04-15 16:11:48

આજે(15 એપ્રિલ) આજે સામે આવેલા પોઝિટિવ કેસોમાં જુહાપુરાના સંકીત નગરમાં રહેતી 1 વર્ષની બાળકી અને 7-7 વર્ષની બે બાળકીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.જ્યારે 14 એપ્રિલે સફી મંજીલની એક બાળકી તો માત્ર એક વર્ષની જ છે, જ્યારે બીજી બાળકી 7 વર્ષની છે. જ્યારે નવરંગપુરાના નોંધાયેલા 6 દર્દીમાં પણ 8વર્ષની બાળકીનો સમાવેશ થાય છે.કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 42 કેસો સામે આવ્યા છે. આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ 404 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાં 14 લોકોના મોત નિપજ્યાં છે અને 14 સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. શહેરમાં 20 માર્ચે કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ 15 દિવસમાં જ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. તેમજ બાળકો પણ કોરોનાનો શિકાર થવા લાગ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા 404 કેસોમાં 14 બાળકો અને 8 કિશોરનો સમાવેશ થાય છે. આ 14 બાળકોમાં 10 બાળકી અને 4 બાળક સામેલ છે. જ્યારે 10 બાળકીમાં બે બાળકી એક વર્ષની, એક બાળકી પાંચ વર્ષની અને 7 બાળકી 7-7 વર્ષની છે. તેમજ ચાર બાળકમાં એક બાળક ત્રણ વર્ષનું, બે બાળક 9 વર્ષના અને એક 12 વર્ષનો બાળક છે. જ્યારે એક કિશોરી સહિત 8 કિશોર પણ કોરોનાગ્રસ્ત છે.


Download Our B K News Today App



Related News