અમદાવાદની અસારવા સિવિલમાં કોરોના નેગેટિવ વ્યક્તિને પોઝિટીવ દર્દી તરીકે દાખલ કર્યા બાદ મોત નીપજ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-30 16:46:35
  • Views : 386
  • Modified Date : 2020-11-30 16:47:39

    હાલમાં અમદાવાદમાં કોરોનાના કેસોમાં મોટો વધારો થઈ રહ્યો છે. શહેરની અસારવા સિવિલમાં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. ત્યારે હોસ્પિટલમાં કોરોનાના એક નેગેટિવ વ્યક્તિને પોઝિટીવ દર્દી તરીકે દાખલ કરવામાં આવ્યાં હતાં. બાદમાં આ દર્દીનું મોત નીપજ્યું હતું. દર્દીનું મોત થયાં બાદ સિવિલ તંત્ર દ્વારા દર્દીના સગાઓને બે કલાક બાદ જાણ કરી હતી.આ અંગે અસારવા કોંગ્રેસ યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીને કારણે કોરોનાના નેગેટિવ દર્દીનું મોત થયાની વિગતો જાહેર કરતાં કહ્યું હતું કે અસારવા વિસ્તારના પાંચિદાસ મહોલ્લામાં રહેતાં ઈન્દિરાબેન જ્યંતિભાઈ પટેલે ગત 19 નવેમ્બરે અસારવા અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાનો રીપોર્ટ કરાવ્યો હતો. આ રીપોર્ટ પ્રમાણે તેઓ કોરોના નેગેટિવ હતાં. આ દિવસે રાત્રે તેમને ઓક્સિજન ઓછો પડતાં ફેમિલી ડૉક્ટરની સલાહ પ્રમાણે યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાં તેમને આ જ હોસ્પિટલની અંદર 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાં તેમનો કોરોનાનો RT-PCR રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો. તેમ છતાં હોસ્પિટલના સત્તાવાળાઓએ તેમને કોવિડના પોઝિટીવ ICU વોર્ડમાં જ તેમને રાખી મુક્યાં હતાં.

    ઈન્દિરાબેનનો RT-PCR રીપોર્ટ પણ નેગેટીવ આવતાં તેમના સગાઓએ તેમને અન્ય વોર્ડમાં ટ્રાન્સફર કરવા માટેની વિનંતી કરી છતાંય હોસ્પિટલના તંત્રએ તેમની વિનંતી માની નહીં. અંતે ઈન્દિરાબેનનું 29 નવેમ્બરે સવારે મૃત્યુ થયું હતું. આમ સિવિલ હોસ્પિટલના તબીબોની બેદરકારીને લીધે એક નિર્દોષ દર્દીએ તેનો જીવ ગુમાવ્યો હતો.ઈન્દિરાબેનનું સવારે 8.05 કલાકે મૃત્યુ થયું હતું તેમ છતાં તેમના સગાને સિવિલના તંત્રએ સવારે 10.30 વાગ્યે ફોન કરીને જાણ કરી હતી. નિયમ પ્રમાણે કોઈ પોઝિટીવ દર્દીનું મોત થાય તો તેમને સીધા જ હોસ્પિટલમાંથી સ્મસાનગૃહમાં પહોંચાડવામાં આવે છે. પરંતુ હોસ્પિટલના સત્તાવાળાઓને મોડે મોડે પોતાની ભૂલ સમજાતા તેમણે ઈન્દિરાબેનનો મૃતદેહ તેમના સ્વજનોને આપવાની તૈયારી દર્શાવી હતી.પરંતુ તેમના સ્વજનોએ ઈન્દિરાબેનના મૃતદેહને હોસ્પિટલમાંથી પ્રાઈવેટ એમ્બ્યુલેન્સ કરીને દૂધેશ્વર સ્મશાનગૃહમાં લઈ ગયાં હતાં.

Download Our B K News Today App



Related News