કેરળ બાદ વિશાખાપટ્ટનમથી નૌસેનાની 26 સભ્યની ટીમ ધન્વંતરી કોવિડ હોસ્પિટલ માટે અમદાવાદ રવાના, મેડિકલ સ્ટાફમાં વધારો થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-06 16:48:22
  • Views : 351
  • Modified Date : 2021-05-06 16:48:22

     રાજ્યમાં કોરોના કહેર યથાવત છે જેમાં રાજ્યના 4 મહાનગરોમાં કોરોના બેકાબુ બન્યો છે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને ઈન્જેક્શનની અછત સર્જાય છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ગુજરાત સરકાર અને DRDO દ્વારા 950 બેડvr ઘન્વંતરી હોસ્પિટલ શરૂ કરાઈ છે. અહીં સ્ટાફની અછત છે તેવામાં ગયા મહિનાના અંતમાં કેરળથી નૌસેનાની 57 સભ્યની મેડિકલ ટીમ આવી હતી. હવે આંધ્રપ્રદેશના વિશાખાપટ્નમથી 26 સભ્યની મેડિકલ ટીમ રવાના કરાઈ છે.

     અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને અમદાવાદ DRDO દ્વારા 950 બેડ ઘન્વંતરી હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં તમામ સ્ટાફની ભરતી માટે જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પૂરતો સ્ટાફ મળ્યો નથી. લોકોને હોસ્પિટલમાં દાખલ તો કરાય છે પરંતુ ઓછા સ્ટાફના કારણે દર્દીને સારવાર આપવામાં ઘણી સમસ્યા ઉભી થાય છે. 30 એપ્રિલે કેરળની ઇઝહિમાલા નવલ એકેડમીમાંથી 57 સભ્યની મેડિકલ ટીમને ઘન્વંતરી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે મોકવામાં આવી હતી. જે 2 મહિના રોકાઈને અમદાવાદની આ હોસ્પિટલમાં સારવાર આપશે.કોરોનાના સંક્રમણને પગલે કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનું પ્રમાણ વધતાં ફરીથી હોસ્પિટલમાં સ્ટાફની અછત ઉભી થઇ છે. જેમાં ડોક્ટરથી માંડીને હાઉસકિપિંગ સુધીનો સ્ટાફ મળતો નથી. ત્યારે આ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર મળી રહે તે માટે વિશાખાપટનમથી નૌસેનાએ 26 સભ્યોની મેડિકલ ટીમને અમદાવાદ મોકલવામાં આવી છે. જેમાં 7 ડોક્ટર ,2 નર્સિંગ ઓફિસર, 2 પેરામેડિકલ અને 15 સ્પોર્ટિંગ સ્ટાફ અમદાવાદ મોકલવામાં આવ્યો છે.

     કેરળની નૌસેનાની 57 સભ્યની મેડિકલ ટીમ અમદાવાદ કોરોનાના દર્દીઓની સારવાર માટે 30 એપ્રિલે આવી પહોંચી છે. જેમાં 4 ડોક્ટર, 7 નર્સ, 26 પેરામેડિકલ સ્ટાફ અને 20 સ્પોર્ટિંગ સ્ટાફ એમ 57 સભ્ય અમદાવાદની ધન્વંતરિ કોવિડ કેર હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપી રહ્યા છે. આ ટીમ 2 મહિના અમદાવાદ રોકાશે અને જો પરિસ્થિતિ ગંભીર હશે તો 2 મહિનાથી વધારે સમય અમદાવાદ રોકાશે.અમદાવાદમાં 132 ફૂટ રિંગ રોડ પર આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 900 બેડની ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં 150 આઇ.સી.યુ. બેડ છે, જ્યાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ છે. તમામે તમામ 900 બેડ ઓક્સિજનની સુવિધા સાથેનાં છે. જો જરુર પડે તો વધુ 500 પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું તમામ આયોજન કરવામાં આવ્યું છે.

     950 બેડની આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટિકલ કેરની સુવિધા છે. આ સ્થળે દર્દીઓ માટે ટોઇલેટ-બાથરૂમ જેવી તમામ સુવિધાઓ છે. હેલ્પડેસ્ક ઉપરાંત દર્દીઓ અને તબીબો તથા પેરામેડિકલ સ્ટાફ માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા છે. ફરજ બજાવતા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ માટે રેસ્ટરૂમની વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે.



Download Our B K News Today App



Related News