કોરોના કહેર : ભરૂચમાં સવારે 11 વાગ્યા સુધીમાં 20 કોરોના દર્દીઓના મૃત્યુ નિપજ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-30 13:00:48
  • Views : 262
  • Modified Date : 2021-04-30 13:00:48

      ભરૂચમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ભરૂચમાં સતત વધતી સંક્રમિતઓની સંખ્યા પડકારજનક સ્થિતિનું નિર્માણ કરી રહી છે. દર્દીઓને વેન્ટિલેટર, ઓક્સિજન બેડ અને રેમડીસીવરના ઇન્જેક્શન માટે વલખા મારવા પડે છે તો બીજી તરફ લેબોરેટરી બહાર કોરોના ટેસ્ટ માટે લાંબી કતારો નજરે પડે છે.ભરૂચમાં સંક્રમિતઓની વધતી સંખ્યા સાથે મૃતકઆંક પણ સતત વધી રહ્યો છે. કોવીડ સ્મશાનમાં સરેરાશ દૈનિક ૫૦ દર્દીઓની અંતિમક્રિયા કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય સ્મશાન અને કબ્રસ્તાનના આંકડા અલગ હોય છે ત્યારે મૃતકઆંક અને કોરોનની અલગ પરિસ્થિતિનો ખ્યાલ આવે છે.

 

Download Our B K News Today App



Related News