24 કલાકમાં 58,993 નવા સંક્રમિતો મળ્યા; હવે 3 સપ્તાહના લોકડાઉન અંગે વિચારણા, CMએ તમામ પક્ષની બેઠક બોલાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-10 13:28:46
  • Views : 925
  • Modified Date : 2021-04-10 13:28:46

    કોરોના સંક્રમણે મહારાષ્ટ્રમાં કોપ વરસાવ્યો છે. સતત વધી રહેલા કેસોના પગલે સ્થાનિક સરકારે ત્યાં વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી હતી. રાજ્યમાં શુક્રવારે રાતે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી વીકેન્ડ લોકડાઉન લાદવમાં આવ્યું છે. આ સમય દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યની અંદર કોરોના સંક્રમણના 58,993 નવા કેસો સામે આવ્યા છે. જે સમગ્ર વિશ્વમાં મળી આવતા કેસોની તુલનામાં 7.5% ના છે. સંક્રમણના આંકડાઓ જાહેર કરતી વેબસાઈટ worldometersના આધારે, શુક્રવારે સમગ્ર વિશ્વમાં 7 લાખ 85 હજાર 896 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. મહારાષ્ટ્રથી વધુ પોઝિટિવ કેસો માત્ર બ્રાઝિલ અને અમેરિકામાં છે.

    મહારાષ્ટ્રમાં વીકેન્ડ લોકડાઉન લાદવા છતાં કોવિડના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેથી રાજ્યમાં કેસો પર કાબૂ મેળવવા માટે 3 સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન લાદવાની વાતોએ જોર પકડ્યું છે. જેના પર પોતાનો અભિપ્રાય આપવા માટે CM ઉદ્ધવ ઠાકરેએ આજે શનિવારના રોજ સર્વપક્ષોની બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે, જેમાં BJP લોકડાઉનનો વિરોધ કરશે.

  • - શોપિંગ મોલમાં જરૂરી સામાનનું વેચાણ સવારે 7થી રાતે 8 વાગ્યા સુધી જ થશે.
  • - વીકેન્ડમાં તમામ જીવન જરૂરી સેવાઓ ચાલૂ રહેશે, આ સમય દરમિયાન વ્યક્તિ કોઈપણ કારણ વગર બહાર નહીં ફરી શકે.
  • - ગેરેજ ચાલૂ રહેશે, પરંતુ સ્પેયર પાર્ટની દુકાનો બંધ રહેશે.
  • - AC, કૂલર, ફ્રિઝ જેવી ઈલેક્ટ્રોનિક સામાનોનું વેચાણ કરતી દુકાનો બંધ રહેશે.
  • - ડેસ્કટોપ, લેપટોપ અને મોબાઈલની દુકાનો પણ બંધ રહેશે.
  • - બાંધકામ અથવા તેની સાથે જોડાયેલી દુકાનો બંધ રહેશે.
  • - બાંધકામ ક્ષેત્રે કામ કરવાની મંજૂરી અપાઈ છે.
  • - દારૂની દુકાનો ચાલૂ રાખવા અથવા ડિલીવરી પર પ્રતિબંધ છે.
  • - નોકરી અને અન્ય જગ્યાએ વ્યવસાય કરતા તમામ કારીગરોને કોવિડ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. તેઓએ દર 15 દિવસે આ ટેસ્ટ કરાવવાનો રહેશે. આ નિયમ એવા કર્મચારીઓ માટે છે, જેમણે કોરોનાની વેક્સિન હજુ સુધી લીધી નથી. જમાં જાહેર યાતા-યાતના વાહનોમાં આવ-જાવ કરનાર, ફિલ્મ, સીરિયલ, જાહેરાતોની શૂટિંગ, હોમ ડીલિવરી કરનાર કર્મચારીઓનો પણ સમાવેશ કરાયો છે.
  • - આપ-લે સરકારનું સેવા કેન્દ્ર, સેતુ કેન્દ્ર, CSC સેન્ટર, પાસપોર્ટ સેવા કેન્દ્ર જેવા સરકારી મથકો માટે સિંગલ વિન્ડો સેવા અંતર્ગત ઓફિસ સોમવારથી શુક્રવાર સવારે 7થી રાતે 8 સુધી ચાલૂ રાખવામાં આવશે.
  • - APMC વીકેન્ડમાં પણ ખુલ્લી રહેશે. જોકે અહીંયા કોવિડની ગાઈડલાઈનનું પાલન નહીં થાય તો આને પણ સરકાર બંધ કરાવી શકે છે.
  •     મુંબઈમાં શુક્રવારના રોજ 9200 નવા કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે, જેના કારણે મુંબઈમાં કુલ સંક્રમિતોનો આંક પાંચ લાખને પાર પહોંચી ગયો છે. શુક્રવારે વધુ 35 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુંઆંક 11,909ને વટાવી ચૂક્યો છે. આ કપરા કાળમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની ખાનગી હોસ્પિટલોને કહ્યું હતું કે તેઓએ રાજ્યમાં સ્થાપિત કરાયેલા કેટલાક કોવિડ-19ના 'જમ્બો કેન્દ્રો'નું સંચાલન કરવું જોઈએ.

Download Our B K News Today App



Related News