ડીસા સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવર ઈજકેશનની લાંબી લાઈનોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-16 11:40:49
  • Views : 255
  • Modified Date : 2021-05-16 11:40:49

 

     ડીસા શહેરમાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે દિનપ્રતિદિન કોરોના ના ૫૦ થી વધું પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે ડીસાનું વહીવટીતંત્ર કોરોના દર્દીઓ ને સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે જ્યારે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ઉપયોગી રેમડેસીવર ઈન્જેક્શન લઈને ડીસા સિવિલ હોસ્પિટલમાં સત્તાધિશો ની મનમાની ચાલતી હોય તેવા દદીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે રેમડેસીવર ઈન્જેક્શનની કાળાબજારી અટકાવવા માટે ઓનલાઈન ઈજકેશન મલી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

     જેમાં જે હોસ્પિટલમાં દદી દાખલ હોય અને રેમડેસીવર ઈન્જેક્શન ની જરૂર હોય તો ઓનલાઇન એપ્વો કરવાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાં સંબંધીઓને ડોક્યુમેન્ટનાં આધારે ઈજકેશન મલી રહે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે પરંતુ ડીસા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન એપ્વો કર્યા બાદ પણ બે થી ત્રણ દિવસ સુધી રેમડીસવર ઇંજેક્શન મલતા ના હોઈ સિવિલ હોસ્પિટલની બહાર ઈજકેશન લેવાં માટે સવારથી લાઈનો લાગી રહી છે અને લોકો આવી ગરમીમાં પણ ઈજકેશન મેળવી દર્દીને બચાવા માટે મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા ડીસા નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને ઓનલાઇન એપ્વો કર્યા બાદ તુરંત દર્દીને રેમડેસિવર ઈજકેશન મલી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા નાયાબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સાથે-સાથે કોરોનાના નવો રોગ મ્યુકર માયકરકોસિસના  પણ ડીસા શહેરમાં દર્દીઓને બહાર સારવાર ના લેવી પડે તે માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના ડીસા શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર  વોર્ડ નંબર 4 નગરસેવક વિજયભાઈ દવે હાદીક ઠક્કર એડવોકેટ. મુસતિક મેમણ રવિભાઈ  દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News