રાજ્યમાં સ્કૂલ શરૂ થતાં જ આમૂલ પરિવર્તન, બુક સ્ટોલની જગ્યાએ વાલી-વિદ્યાર્થીઓનો મોબાઈલ શોપ તરફ ધસારો વધ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-07 16:48:17
  • Views : 251
  • Modified Date : 2021-06-07 16:48:17

    કોરોનાને કારણે છેલ્લા દોઢેક વર્ષથી રાજ્ય સહિત દેશભરમાં શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું છે. હવે વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષમાં પણ સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવ્યું હતું. જેના કારણે હવે વિદ્યાર્થીઓને હવે બુકની નહીં પરંતુ સ્માર્ટ ફોન અને ટેબ્લેટની જરૂર પડી રહી છે. આજે રાજ્યભરમાં સ્કૂલ્સ શરૂ થતાં બુક સ્ટોલમાં નહીં પરંતુ મોબાઈલ શોપમાં વાલીઓ વધુ જોવા મળ્યા હતા. મોબાઈલ સ્ટોરમાં અત્યારે 30 ટકા ઇન્ક્વાયરી માત્ર વિદ્યાર્થીઓ માટે જ આવે છે.

    કોરોનાને કારણે શિક્ષણની પદ્ધતિ બદલાઈ છે. ગત વર્ષ દરમિયાન શિક્ષણ ઓનલાઈન જ રહ્યું હતું. ત્યારે આ વર્ષે પણ નવા વર્ષની શરૂઆત ઓનલાઈન શિક્ષણથી જ કરવામાં આવી છે. આજથી રાજ્યભરમાં સ્કૂલ શરૂ થઇ પરંતું તેમાં વિધાર્થીઓની હાજરી નહોતી જોવા મળી. વિદ્યાર્થીઓએ હજુ ઓનલાઈન જ ભણવાનું રહેશે. ટ્યૂશન ક્લાસમાં પણ વિદ્યાર્થીઓએ ઓનલાઈન કરવાના રહેશે. શિક્ષણની તમામ એક્ટિવિટી અત્યારે ઓનલાઈન જ રહેશે. જેના કારણે વિદ્યાર્થી માટે વાલીઓએ સ્માર્ટ ફોન અને ટેબ્લેટની ખરીદી કરી છે. ગત વર્ષે પણ ખરીદી કરવામાં આવી હતી, ત્યારે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં મોબાઈલની દુકાનોમાં વાલીઓનો ઘસારો વધ્યો છે અને ઇન્ક્વાયરી પણ વધી છે.

    મોબાઈલ માર્કેટમાં એક મોબાઈલ શોપના માલિક ચિંતન વડોદરિયાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્કૂલ શરૂ થતાં 2-3 દિવસથી ટેબ્લેટ, મોબાઈલ ફોન અને હેડ ફોનનો માંગણી વધી છે. આમ તો ઘરાકી નથી પરંતુ સ્કૂલ શરૂ થતાં 30 ટકા જેટલી ઇન્ક્વાયરી વધી છે. વાલીઓ દ્વારા 10થી 12 હજાર સુધીના મોબાઈલ અને ટેબ્લેટની ઇન્ક્વાયરી વધી છે. ગત વર્ષે પણ ઓનલાઇન શિક્ષણના કારણે ઈન્કવાયરી 50 ટકા જેટલી હતી, જ્યારે આ વર્ષે 30 ટકા જેટલી છે.

    અલ્પેશ પોલ નામના દુકાનદારે જણાવ્યું હતું કે, અત્યારે ટેબ્લેટ, ટેબ્લેટ ગ્લાસ, કવર, માઇક વાળા હેડફોન, ઇયર ફોન, મોબાઈલ સ્ટેન્ડ જેવી સામગ્રીનું વેચાણ વધ્યું છે. સાધન સામગ્રીમાં 60 ટકા જેટલા વધારો થયો છે. ગત વર્ષે લોકોએ ટેબ્લેટ અને ફોન ખરીદ્યા હોવાને કારણે મોબાઈલ ટેબલેટની ખરીદી 30 ટકા જેટલી છે પરંતુ મોબાઈલની એસેસરીઝની ખરીદીમાં વધારો થયો છે.વાલીઓ દ્વારા ઓછી કિંમતના ફોન અને ટેબ્લેટ માટે વધુ ઇન્કવાયરી કરવામાં આવી રહી છે. ગુજરાત બુક સેલર અને સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, ગત વર્ષથી જ ઘરાકીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સામાન્ય દિવસ કરતાં ત્યારે 75 ટકા ગ્રાહકોનો ધસારો ઓછો જોવા મળ્યો છે. દિવાળી સુધી અત્યારની પરિસ્થિતિ સુધી તો બુક સ્ટોલના માલિકોની આર્થિક પરિસ્થિતિ હજુ પણ ખરાબ થશે.


Download Our B K News Today App



Related News