બનાસકાંઠા જિલ્લામાં બાળકો સામે કોરોના હાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-01 11:33:42
  • Views : 824
  • Modified Date : 2020-05-01 11:33:42

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને હરાવનાર ગઠામણ ગામના ૩ વ્યક્તિઓને
પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં પ્રથમ કોરોના પોઝીટીવ આવેલા સોમાભાઇ
પરમારની પુત્રી આશાબેન (ઉ.વ. ૧૮) અને પુત્ર અજય સોમાભાઇ (ઉ.વ. ૧૪) બંન્ને ભાઇ-બહેન તથા ગઠામણ ગામની બાળકી સુલાફા ગુલાબરસુલ ધુક્કા (ઉ.વ. ૪ વર્ષ)ના બીજા બે રીપોર્ટ નેગિટીવ આવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.
પાલનપુર તાલુકાના ગઠામણ ગામની આશાબેન સોમાભાઇ પરમાર અને અજય સોમાભાઇ પરમારને તા.૧૫/૪/૨૦૨૦ અને સુલાફા ગુલામરસુલ ધુક્કાને તા.૧૭/૪/૨૦૨૦ના રોજ કોરોના પોઝીટીવ આવતા બનાસ મેડીકલ કોલેજ સંચાલિત પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર કરાયેલ કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમના બીજા બે રિપોર્ટ નેગિટીવ આવતા હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
પાલનપુર સિવિલ સર્જન ડો. ભરત મિસ્ત્રી અને અધિક્ષક ડો. સુનિલ જોષી સહિત અન્ય ડોકટરોએ સાજા થયેલા દર્દીઓને શુભેચ્છા ગીફટ આપી, તાળીઓથી અભિવાદન કરી હોસ્પિટલમાંથી વિદાઇ
આપી  હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ વાવ તાલુકાના મીઠાવીચારણ ગામના ૫ વર્ષિય બાળક મહેક અરવિંદભાઇ વડાલીયાએ પણ કોરોનાને મ્હાત આપતા બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલે અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તા. ૧૯ એપ્રિલે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કુલ-૩૦ કોરોના
પોઝીટીવ કેસ નોંધાયા છે. તેમાંથી ભાગળ ગામના  ફાતીમાબેન મુખીનું અવસાન થયુ છે. અત્યાર સુધી સાજા થયેલા કુલ-૪ વ્યક્તિઓને ઘેર જવાની રજા અપાઇ છે અને કોરોના સંક્રમિત ૨૫ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમની સ્થિતિ પણ સારી છે. તેમ પાલનપુર હોસ્પિટલના સિવિલ સર્જન ડો. ભરત મિસ્ત્રી અને અધિક્ષક ડો. સુનિલ જોષીએ જણાવ્યું છે.

Download Our B K News Today App



Related News