ડીસાના શાકમાર્કેટમાં કોરોના ફેલાવાનો ભય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-12 11:15:37
  • Views : 1441
  • Modified Date : 2020-04-12 11:15:37

ડીસા શહેરના મુખ્ય શાકમાર્કેટ વર્ષોથી રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ધમધમતા શાકમાર્કેટમાં ગણના થાય છે. બી.કે.ન્યૂઝ દૈનિકની ટીમ શનિવારે સવારે રિયાલીટી ચેક કરવા
નીકળ્યા તો ડીસા શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો બિલકુલ અભાવ જાવા મળ્યો હતો. આ શાકમાર્કેટમાં સિકયુરીટી પાસે કોઈપણ પ્રકારનું સેનીટાઈઝર, હાથના ગ્લોઝ કે મોઢા પર માસ્ક જાવા મળ્યા ન હતા. આજ પરિÂસ્થતિ વહેપારીઓની અને મજુરોની અંદર મોટાભાગે જાવા મળતી હતી.
આ દૃશ્ય જાઈને બી.કે.ન્યૂઝની ટીમે છેલ્લાં પંદર દિવસથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર
લોકડાઉન કરીને જે જાખમ ઉપાડયુ છે તેના ઉપર પાણી ફરતા જાઈ તાત્કાલિક ધોરણે બનાસકાંઠા કલેકટરને વહેલી સવારે ૪ વાગ્યાથી લઈને
૪-૧૪ સુધી સતત ૫ વખત કોલ કર્યા. પરંતુ એક રીંગ બાદ વ્યસ્ત બતાવે એનો મતલબ એવો થાય કે
બનાસકાંઠા કલેકટર પોતાનો જાહેર નંબર ડુ નોટ ડિસ્ટબમાં મુકી કુંભકર્ણની નિંદ્રામાં સુઈ જાય છે. ત્યારબાદ બી.કે.ન્યૂઝે
૯-૪૪, ૧૨-૧૦ અને ૧૨-૧૪ સુધી કલેકટરના જાહેર
નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ અગમ્ય કારણોસર
બનાસકાંઠા કલેકટરે આ નંબર ઉપાડવાનું બંધ કર્યુ છે. જા બનાસકાંઠા કલેકટર આ નંબર વાપરતા ના હોય તો  મીડિયાને તેમનો વપરાતો
નંબર આપવો જાઈએ. જેથી સરકારના અને તંત્રના કોરોના રોકવાના પ્રયાસો ઉપર કોઈ ભુલ થતી હોય તો ધ્યાન દોરી શકે. આ  વાત માત્ર કલેકટર પુરતી નથી. બી.કે.ન્યૂઝે ડીસા એપીએમસી સેક્રેટરીને સવારે ૪-૮ વાગે તેમજ ચેરમેન માવજીભાઈને સવારે ૪-૯ વાગે તેમજ ડીસા પ્રાંતને સવારે ૪-૧૦ વાગે. આમ તમામ લોકોને જાણ
કરવાનો પ્રયાસ કર્યો પરંતુ આ જવાબદાર એકપણ વ્યÂક્તએ પોતાનો મોબાઈલ ઉપાડવાની તસ્દી લીધી ન હતી. જા ડીસાની આજુબાજુ કોરોનાનું સંક્રમણ શાકમાર્કેટની આ ભુલના કારણે થાય તો આ તમામ લોકોની જવાબદારી બનવી જાઈએ.


Download Our B K News Today App



Related News