ડીસા તાલુકામાં કોરોના વિસ્ફોટ, તાલુકામાં કોરોના પોજેટિવનો આકડો 100ની પાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-18 12:26:30
  • Views : 407
  • Modified Date : 2022-01-18 12:26:30

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વાર કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકોના વધેલા સંક્રમણના કારણે અત્યારે સૌથી વધારે કોરોના પોજેટિવ કેસ ડીસા શહેરમાં જોવા મળી રહ્યા છે.સરકાર દ્વારા લોકોને વારંવાર સૂચનો આપવામાં આવી રહ્યા છે કે કોરોના વાયરસની મહામારીમાં સોસીયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજીયાત તેમજ ભીડભાડ કરવી નહીં તેમ છતાં પણ આજે લોકો સરકારની ગાઈડલાઈનનું ઉલઘન કરતા નજરે પડી રહ્યા છે જેના કારણે ડીસા તાલુકામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ડીસા તાલુકામાં જોત જોતામાં કોરોના પોજેટિવ દર્દીઓની સંખ્યા 108 ને પાર પહોંચી ગઈ છે.જેમાં ડીસા શહેરી વિસ્તારમાં 74 અને તાલુકા વિસ્તારમાં 34 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે.તે ઉપરાંત સતત લોકો કોરોના મહામારીથી બચી શકે અને પોતાના પરિવાર થી દુર રહી લોકો માટે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓને પણ આજે કોરોના પોજેટિવ રિપોર્ટ સામે આવ્યા હતા.જેમાં ડીસા અર્બન-1માં 3 આરોગ્ય કર્મચારી અને અર્બન-2 માં 5 આરોગ્ય કર્મચારીઓ કોરોના પોજેટિવ રિપોર્ટ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. અંગે ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ડો.જીગ્નેશ હરિયાણીએ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે જે પ્રમાણે લોકોનું સંક્રમણ વધ્યું છે તેના કારણે સતત કોરોના પોજેટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.હાલમાં આરોગ્ય વિભગ દ્વારા સતત લોકોને એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જેના કારણે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ લોકોના સંપર્કમાં આવતા તેમના રિપોર્ટ પણ પોજેટિવ આવી રહ્યા છે.હાલ તો કોરોના પોજેટિવ દર્દીઓને હોમ આઈસોલેટ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News