ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટમાં કોરોનાના દર્દીની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ, ફેફસાં ઉપરાંત મગજ-લિવર પર અસર કર્યાનો પરીક્ષણમાં ખુલાસો, કઇ ટ્રીટમેન્ટ આપવી તેનો માર્ગ મોકળો થશે

  • Published By :
  • Published Date : 2020-09-13 17:33:51
  • Views : 277
  • Modified Date : 2020-09-13 17:33:51

      ગુજરાતમાં પ્રથમ કોરોના મૃતકના ડેડ બોડીનું પીએમ (ઓટોપ્સી) રાજકોટમાં કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં કોરોના મૃતકના ડેડ બોડીના પીએમની મંજૂરી મળી હતી. આથી છ દિવસ પહેલા એક કોરોના મૃતકની ડેડ બોડીનું પીએમ કરવામાં આવ્યું હતું. બાદમાં પરીક્ષણ કરવામાં આવતા કોરોનાની અસર ફેફસાં ઉપરાંત મગજ અને લિવર પર પણ થતી હોવાનું પરીક્ષણમાં ખુલ્યું છે. આ પરીક્ષણ ગુજરાત અને દેશભરના ડોક્ટરોના સંશોધનમાં ઉપયોગી સાબિત થશે. રાજકોટના પરીક્ષણથી દેશભરના ડોક્ટરો માટે કોરોના દર્દીને કઇ ટ્રીટમેન્ટ આપવી તેનો પણ માર્ગ ખુલ્લો થશે.દર્દીની ઓળખ ગુપ્ત રાખવામાં આવી ક્યા દર્દીનું પીએમ કરાયુ, દર્દીને ક્યા લક્ષણો હતા, દર્દી કેટલા દિવસથી સારવારમાં હતા, દર્દીની ઉંમર, જાતિ અંગે DivyaBhaskarએ રાજકોટ પી.ડી.યુ. મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસીન ડિપાર્ટમેન્ટના હેડ તથા કોવિડ હોસ્પિટલના એડી. સુપ્રિટેન્ડેન્ટ ડો. હેતલ ક્યાડાનો સંપર્ક કર્યો હતો. પરંતુ ડો. હેતલે જણાવ્યું હતું કે, સરકાર અને મેડિકલની ગાઈડલાઈન પ્રમાણે અમે દર્દીની ઓળખ આપી શકીએ નહીં. તેમજ દર્દીને ક્યા લક્ષણો અને પુરૂષ કે સ્ત્રી અંગે પણ અમે જણાવી શકીએ નહીં. આ બાબતે હું કોઈ કોમેન્ટ કરીશ નહીંકોરોના રિસર્ચ માટે ઓટોપ્સીની પ્રક્રિયા અંગે ડો.હેતલ ક્યાડાએ જણાવ્યું હતું કે, રિસર્ચ માટે અમે શરીરના બધા જ અવયવોમાથી સેમ્પલ લઈએ છીએ. જેમાં મગજ, ફેફ્સાં, યકૃત, કિડની, ફ્લૂડ, હૃદય, પેટમાં રહેલું પાણી, બ્લડની અંદરના કોમ્પોનન્ટ અને સ્નાયુનો સમાવેશ થાય છે. રિસર્ચ પર્પઝ માટે અમે એક વખત ડેડ બોડીનું ડિસેક્શન કરીએ છીએ. શરીરમાં ક્યા ક્યા અવયવોમાં કેવી અસર થાય છે તેના માટે અમે સંપૂર્ણ સેમ્પલ લઈએ છીએ. એક વખત ખોલીએ પછી અમે એક પણ સેમ્પલ રાખવાનું ચૂકતા નથી.હેતલ ક્યાડાએ વધુમાં કહ્યું હતું કે, કોઈ પણ રિસર્ચ માટે અમે સેમ્પલ લઈએ છીએ ત્યારે ઈન્ફેક્શન કંટ્રોલ પ્રિવેન્શન કંટ્રોલના સ્વરૂપે તેમાંથી લીધેલા સેમ્પલને ત્રણથી ચાર દિવસ સુધી જે કેમિકલમાં રાખીએ છીએ તેનાથી તેની અંદર રહેલા ચેન્જિસ જે છે તે કોરોનાને લીધે ફિક્સ થઈ જાય છે. વાયરસ જે છે તે ડિસએક્ટિવેટ થઈ જાય છે. બાદમાં અમે લેબોરેટરી માટેના સ્ટેજ પર પરીક્ષણ કરીએ છીએ. જેથી અમે ડોકટરો લેબોરેટરી પરીક્ષણ કરીશું તો તેનો ચેપ લાગવાનો અવકાશ જ ન રહે. આના પર અમે કામ કરીશું તેમાં પણ અમારા પ્રોટેક્ટિવ મેજર કંટ્રોલમાં પહેરીને જ કરીશું.

Download Our B K News Today App



Related News