AMCની ઓફિસમાં કોરોનાનો કહેર, 20થી વધુ કર્મચારીઓ પોઝિટિવ જ્યારે એકનું મૃત્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-11 16:55:35
  • Views : 488
  • Modified Date : 2020-11-11 16:55:35

           શહેરમાં કોરોના સંક્રમણ કાબુમાં હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે પરંતુ કોરોના હવે સરકારી ઓફિસોમાં વકરી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસમાં કોરોના ફેલાયો છે. મુખ્ય ઓફિસમાં આવેલા વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ કોરોના સંક્રમણના ભોગ બન્યા છે. જેમાં સેન્ટ્રલ રેકર્ડ ખાતામાં ફરજ બજાવતાં એક કર્મચારીનું મોત થયું છે. AMC ઓફિસમાં કુલ 20 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમણનો ભોગ બનતા અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કચેરીઓ ઉપરાંત મુખ્ય ઓફિસમાં કોરોના વધતા મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવા આદેશ આપ્યા છે છતાં કર્મચારીઓ કોરોનાનો ભોગ બનતાં ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ સેન્ટ્રલ રેકર્ડ ખાતામાં ફરજ બજાવતા એક કર્મચારીનું કોરોનામાં સારવાર દરમિયાન મોત થયું છે. ચીફ ઓડિટર ઓફિસ, પ્લાનિંગ, રોડ પ્રોજેક્ટ, પ્રોફેશનલ અને પ્રોપર્ટી ટેક્ષ વિભાગના કર્મચારીઓ બાદ હવે વોટર પ્રોજેક્ટ વિભાગના કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યા છે.બીજી તરફ કોરોનાના કારણે દિવાળીનો તહેવારમાં હેલ્થ અને સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. કોરોનામાં ઇમરજન્સી અને કોરોનાની કામગીરી પર અસર ન પડે તેના માટે બે વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.

Download Our B K News Today App



Related News