સાબરવાસીઓ આનંદો ઃ જિલ્લામાં ત્રણેય કોરોના દર્દી સ્વસ્થ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-02 12:27:28
  • Views : 486
  • Modified Date : 2020-05-02 12:27:28

સાબરકાંઠા જિલ્લાના કોરોના સંક્રમણ ના ફેલાય તેના માટે  ખુબજ મહેનત કરવામાં આવી રહી છે વહીવટી તંત્રના આ પ્રયાસો સફળ થતા દેખાઈ રહ્યા છે સાબરકાંઠામાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ આવ્યા હતા જેમાંથી પ્રથમ કોરોના પોઝિટિવ પુરુષ સારવારથી કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ઘરે જવા માટે રજા મળી હતી. ત્યાર બાદ પ્રાંતિજ તાલુકાના માઢા ગામના ૩૪ વર્ષિય કિરણબેન અનિલસિંહ રાઠોડ જે હિંમતનગરની મેડિકલ કોલેજ ખાતે સારવાર લઈ રહ્યા હતા. જ્યારે સાંપડ ગામના ૩૩ વર્ષિય લાલાભાઇ માધાભાઇ રાવળને અમદાવાદ સિવિલ ખાતે ખસેડાયા હતા. લાલાભાઇ અન્ય બિમારીથી પિડિત હોવા છતાં તબીબોની સારવાર અને કાળજીથી  અને તેમના પોતાના મનોબળે કોરોનાને માત આપી છે.   કિરણબેનનો તા. ૧૮ એપ્રિલે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તરત જ તેમને જિલ્લાની મેડિકલ કોલેજ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ સ્ટાફ અને તબીબો દ્વારા તેમને મનોબળ પુરૂ પાડવાની સાથે તેમને સારો અને પૌસ્ટિક આહાર આપવામાં આવતો હતો. આ આહારમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અન્ય પોષક તત્વો હોય જે તેમની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરી અને તે ખુબ જ ઝડપથી કોરોનાને માત આપી સ્વસ્થ બની શક્યા હતા.
કિરણબેનના બંને રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલના સ્ટાફ અને તબીબ ડો. એન.એમ.શાહ સાહેબે કિરણબેનને તાળીયોના અભિવાદન સાથે ઘરે જવા માટે રજા આપી હતી. કિરણબેનને એમ્બ્યુલન્સવાન દ્વારા  તેમના ઘર પ્રાંતિજના માઢા ગામે જવા રવાના કર્યા હતા.   
  આ સાથે પ્રાંતિજના સાંપડ ગામના કોરોનાના બીજા દર્દી લાલાભાઇને કોરોના સાથે અન્ય બીમારી હોવાથી તેમને સારવાર માટે અમદાવાદ સિવીલ ખસેડાયા હતા. લાલાભાઇના દ્રઢ મનોબળ તેમજ તબીબોની સારવારથી કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા. જેથી હવે જિલ્લોમાં કોરોનાનો સક્રિય કેસ નથી. ત્રણે કોરોના દર્દીઓએ કોરોનાને હરાવી દીધો છે.  

Download Our B K News Today App



Related News