સ્વાસ્થય મંત્રાલયે કહ્યું- છેલ્લાં 20 દિવસથી નવા કેસથી વધારે લોકો રિકવર થાય છે, 8 લાખ એક્વિટ કેસ ઓછા થયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-22 17:13:24
  • Views : 248
  • Modified Date : 2021-05-22 17:13:24

    દેશમાં છેલ્લાં 20 દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજી બાજુ સારી વાત એ છે કે, નવા કેસની સરખામણીએ વધારે લોકો રિકવર થઈ રહ્યા છે. સ્વાસ્થય મંત્રાલયને શનિવારે આ વિશે માહિતી આપી છે. જોઈન્ટ હેલ્થ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું છે કે, આ દરમિયાન દેશમાં અંદાજે 8 લાખ એક્ટિવ કેસ ઓછા થયા છે. દેશમાં હવે માત્ર 7 રાજ્ય છે જ્યાં રોજના 10 હજાર કરતાં વધારે કેસ આવી રહ્યા છે. 5-10 હજાર કેસ આવતા રાજ્યોની સંખ્યા 6 છે. 6 રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, યુપી, પંજાબ અને દિલ્હીમાં સૌથી વધારે મોત થઈ રહી છે.

    અગ્રવાલે કહ્યું, અત્યારે પણ અમારો પ્રયત્ન કન્ટેન્ટમેન્ટ ઝોન વધારવા પર છે. અમે સતત ટેસ્ટિંગ વધારી રહ્યા છીએ. આ જ કારણ છે કે, સંક્રમણને ફેલાતુ અટકાવવામાં અમને સફળતા મળી છે. 381 જિલ્લા એવા છે જ્યાં 10 ટકા કરતા વધારે પોઝિટિવ રેટ છે. જોકે અમારે હજી વધારે કામ કરવાની જરૂર છે.સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં વેક્સિનેશનનો વેસ્ટેજ ઘટ્યો છે. હવે માત્ર 4% ડોઝ ખરાબ થઈ રહ્યો છે. ધીરે ધીરે તેને શૂન્ય પર લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.લવ અગ્રવાલે જણાવ્યું કે, ફંગસ ઈન્ફેક્શન કંટ્રોલ કરવા અને સારવાર કરવા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

  • * 18 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 15 ટકા કરતાં વધારે છે. લગભગ દરેક રાજ્યોમાં તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 5થી 15 ટકા પોઝિટિવિટી વાળા 14 રાજ્ય છે. 4 રાજ્યોમાં 5 ટકા કરતાં ઓછો પોઝિટિવિટી રેટ છે.
  • * 1 લાખથી વધારે એક્ટિવ કેસ ઘટીને હવે માત્ર 8 રાજ્યોમાં જ રહ્યા છે. 50 હજારથી એક લાખ વચ્ચે એક્ટિવ કેસ વાળા રાજ્ય 8 થઈ ગયા છે. 50 હજારથી ઓછા એક્ટિવ કેસ વાળા 20 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે.
  • * છેલ્લાં 24 કલાકમાં દેશમાં 2.57 લાખ કેસ નોંધાયા ચે. 3.57 લાખ લોકો રિકવર થયા છે. 78 ટકા નવા કેસ 10 રાજ્યોમાં નોંધાયા છે. અત્યારે માત્ર 7 રાજ્યોમાં રોજના 10 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે.
  • * 3 મેના રોજ દેશમાં 17.13 ટકા એક્ટિવ કેસ હતા. હવે તે 11.12 ટકા થઈ ગયા છે. રિકવરી રેટ પણ 87.76 ટકા થઈ ગયો છે. દેશમાં 2 કરોડ 30 લાખથી વધારે લોકો રિકવર થયા છે.


Download Our B K News Today App



Related News