અમદાવાદના વાસણાના વૃદ્ધને હોસ્પિટલની બહાર જ ઓક્સિજન આપવો પડ્યો, રિક્ષામાં લાવેલા દર્દીને ઉતારી રિક્ષાચાલક નાસી ગયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-21 13:13:03
  • Views : 264
  • Modified Date : 2021-04-21 13:13:03

    શહેરમાં કોરોનાના કેસો બેફામ ગતિએ વધી રહ્યા છે. 4000થી વધુ કોરોનાના કેસોનો આંકડો થયો છે ત્યારે આજે પણ અમદાવાદની 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવા માટે એમ્બ્યુલન્સની સાથે ખાનગી વાહનોની પણ લાઈન લાગી છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, એમ્બ્યુલન્સ નથી અને વધુ તકલીફ લોકોને થાય છે. વાસણામાં રહેતા એક વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આજે તેઓને 108 ન મળતા સવારે રિક્ષામાં લવાવમી ફરજ પડી હતી. રિક્ષામાં બેઠા બેઠા પણ તેઓ પડી જતા હતા.

    રાતે 1 વાગ્યાથી દાખલ થવા માત્ર દર્દીઓને લઈ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો લાઈનમાં છે. 25 જેટલી એમ્બ્યુલન્સ 1200 બેડ હોસ્પિટલ કેમ્પસમાં ઓક્સિજનવાળા દર્દીઓને લઈને લાઈનમાં લાગી છે. ગાંધીનગરથી એક વૃદ્ધને ઓક્સિજન ઓછું થઈ જતા તેમના પરિવારજનો લઈને ખાનગી ગાડીમાં લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાતે લઇને આવ્યા હતા. લાઈનમાં ઉભા હતા. ઓક્સિજન સિલિન્ડર ખૂટતા ગાડીમાં જ સિલિન્ડર બદલ્યો હતો. બાદમાં વધુ તબિયત લથડતાં તેઓને દાખલ કર્યા હતા. ગાડીઓમાં લઈને આવતા લોકોને પણ હવે દાખલ કરવામાં આવી રહ્યા છે.

    અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે અને ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં જેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. શહેર અને જિલ્લામાં ગઈકાલે 24 કલાકમાં 4,691 નવા કેસ સામે આવ્યા છે અને 934 દર્દી સાજા થયા છે. જ્યારે 23 દર્દીના મોત થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 111,156 થયો છે. જ્યારે 80,329 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 2,667 થયો છે.

    રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર છે અને હવે કોરોનાની કટોકટી વચ્ચે નવા કેસો સ્થિર થવાનું નામ લેતા નથી. રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 12 હજારને પાર થયો છે. ગઈકાલે 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 12,206 નવા કેસ નોંધાયા છે. તેમજ 121 દર્દીના મોત થયા છે. જ્યારે 4,339 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં રિક્વરી રેટ 80.82 ટકા થયો છે. ગઈકાલે કુલ 121ના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક 5615એ પહોંચ્યો છે.

    રાજ્યમાં છેલ્લા 81 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 4 લાખ 28 હજાર 178ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 5,494 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 46 હજાર 63 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 76,500 એક્ટિવ કેસ છે, જેમાંથી 353 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 76,147 દર્દીની હાલત સ્થિર છે.

    આજે રાજ્યમાં 1 લાખ 51 હજાર 390ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 90 લાખ 56 હજાર 285 લોકોને પ્રથમ ડોઝ અને 15 લાખ 56 હજાર 258 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 5 લાખ 90 હજાર 594નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 67 હજાર 315 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 74 હજાર 604ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.


Download Our B K News Today App



Related News