150થી વધુ ખાનગી હોસ્પિટલોમાં 97 ટકા બેડ ફુલ, સિવિલમાં પણ 1168 દર્દી; સરકારી હોસ્પિટલોમાં 60 ટકા દર્દી ઓક્સિજન પર!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-20 11:23:01
  • Views : 180
  • Modified Date : 2021-04-20 11:23:01

    કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યોં છે. શહેરની સરકારી હોસ્પિટલની સાથેસાથે ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સોમવારની સ્થિતિએ અમદાવાદની 150 જેટલી ખાનગી હોસ્પિટલના 5578 બેડમાંથી 5419 બેડ ઉપર કોરોનાના દર્દીઓ દાખલ હતા. આમ ખાનગી હોસ્પિટલના 97 ટકા બેડ ફૂલ થઈ ગયા હતા. શહેરમાં આ હોસ્પિટલોમાં ફકત બે વેન્ટિલેટર ઉપલબ્ધ હોવાનું જાહેર કરાયું હતું. બીજી તરફ સરકારી 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં સોમવારે સાંજે 1168, કિડની હોસ્પિટલમાં 167, મંજુશ્રી કોવિડ હોસ્પિટલમાં 365, યુ.એન.મહેતા હોસ્પિટલમાં 425 દર્દીઓ દાખલ હતા. સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકી આશરે 60 ટકા દર્દીઓ ઓક્સિજન તેમજ વેન્ટિલેટર ઉપર હતા.

* ખાનગી હોસ્પિટલોમાં ખાલી બેડની સ્થિતિ :

બેડનો પ્રકારકુલ બેડભરેલાખાલી બેડ
આઈસોલેશન21332011 (94%)112 (6%)
એચડીયુ21632131 (99%)32 (1%)
વેન્ટિલેટર વગરના ICU8698663
વેન્ટિલેટર સાથે ICU4134112

Download Our B K News Today App



Related News