અમદાવાદ, સુરત અને રાજકોટમાં વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કર્યાના 6 દિવસમાં ફિયાસ્કો, સેન્ટર પર 'વેક્સિન ઉપલબ્ધ નથી'ના બોર્ડ લાગ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-26 14:45:20
  • Views : 218
  • Modified Date : 2021-06-26 14:45:20

    દેશમાં કોરોનાના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાનએ દેશમાં વેક્સિનેશનના મહાઅભિયાનની શરૂઆત 21 જૂનથી કરાવી હતી. જેમાં ગૃહમંત્રી અમિતશાહે અમદાવાદ બોડકદેવ સ્થિત હોલની મુલાકાત લીધી હતી અને આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે હજી આ વેક્સિનેશનના મહાઅભિયાનના 5 દિવસમાં જ વેક્સિન ખૂટી પડી છે. અમદાવાદમાં વીકેન્ડમાં વેક્સિનનો ફિયાસકો જોવા મળ્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારમાં દિવ્યભાસ્કરની ટીમે વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લઈને રીયાલીટી ચેક કર્યું હતું. જેમાં પાલડી અર્બન સેન્ટર, ફતેપુર ગામની સરકારી શાળા, જોધપુર કામેશ્વર શાળા અને વસ્ત્રાપુર કોમ્યુનિટી હોલ આ તમામ સ્થળે વેક્સિન ઉપલબ્ધ ન હતી.

    વેક્સિનેશન સેન્ટરની બહાર 'વેક્સિન ઉપલબ્ધ નથી' તેવા પોસ્ટર લગાવામાં આવ્યા હતાં. જેથી વીકેન્ડ ના કારણે લોકો વેક્સિનેશન સેન્ટર પહોંચ્યા હતા. પરંતુ તેઓને વેક્સિન ન મળતા તેઓ એક સેન્ટરથી બીજા સેન્ટરે ધક્કે ચડ્યા હતાં. કેટલાક વેક્સિનેશન સેન્ટરે તો માત્ર 100 ડોઝ ઉપલબ્ધ હતા જેથી ત્યાં પણ લોકોને હાલાકી ભોગવી પડી હતી. જોકે એક બાજુ સરકાર વેક્સિનેશનના મહાઅભિયાનના મોટા દાવા કરે છે અને બીજી બાજુ અવ્યવસ્થા અને આયોજનના અભાવે લોકોને હાલાકી ભોગવી પડે છે.જોકે આના કારણે લોકોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

    પાલડીના ફતેહપુરની સરકારી શાળાએ વેક્સિન લેવા આવેલા કપીલ જાની સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું અહીયા વેક્સિન લેવા આવ્યો હતો. પરંતુ આ વેક્સિનેશન સેન્ટર બંધ છે કારણે કે વેક્સિન નથી. છેલ્લા ત્રણ દિવસથી આ વેક્સિનેશન સેન્ટર બંધ હોવાથી અમારે અલગ અલગ સેન્ટરોએ જવું પડે છે. ત્યાં પણ આજ પરિસ્થિતિ છે સરકાર વેક્સિનના જાગૃતિ અભિયાન ચલાવે છે તો તેની જરુર નથી લોકો જાગૃત છે સરકારે પૂરતી વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરાવો જોઈએ. લોકોને એકબાજુ કહે છે, વેક્સિન લેવી ફરજિયાત છે બીજી બાજુ વેક્સિન માટેની વ્યવસ્થા નથી એટલે સરકારને અપીલ છે કે આ વેક્સિનેશનની વ્યવસ્થા કરો.

    કોમ્યુનિટી હોલે વેક્સિન લેવા આવેલા જશોદાબેનએ વાતચીતમાં જણાવ્યું કે, 'સરકાર અખબાર અને TVમાં મોટી જાહેરાત અને વાતો કરે છે કે અમે મહાઅભિયાન શરૂ કર્યું છે. દરેકને ગમે ત્યારે વેકસીન મળશે.' એ માત્ર ખાલી વાતો છે. આજે અમે અહીંયા આવ્યા છીએ વેક્સિન લેવા અને બીજા સેન્ટર પર પણ ગયા ક્યાંય વેક્સિન ન મળી. આવી વ્યવસ્થા થોડી હોય? આજે શનિવાર છે હું નોકરી કરું છું કાલે રજા છે એટલે આજે વેક્લિન લઈને કાલે આરામ થાય તે માટે આજે વેક્સિન લેવી હતી. હવે ક્યાંય વ્યવસ્થા નથી એટલે અમે પાછા ફર્યા. એકબાજુ વેપારીઓ, નોકરિયાત અને ફેરિયાને ફરજીયાત વેક્સિન લેવાનું કહ્યું છે અને કોઈ વ્યવસ્થા જ નથી.હવે શું કરવાનું મારે.?સરકાર ને અપીલ છે વાતો નઇ વ્યવસ્થા કરો.

    દેશભરમાં 21મી જૂનથી લોકોને સ્પોટ રજિસ્ટ્રેશન દ્વારા વેક્સિન આપવામાં આવી રહી છે. પહેલાં લોકોને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું, જેમાં લોકોને ઓછા સ્લોટ મળતા હતા, પરંતુ હવે 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને સ્પોટ રજિસ્ટ્રેશન પર ફ્રીમાં વેક્સિન આપવામાં આવી રહી છે. AMC દ્વારા રોજના 1 લાખને વેક્સિન આપવાનું આયોજન કરાયું હોવાનો દાવો કરાયો છે. ત્યારે ગઈકાલે શુક્રવારે વેક્સિનેશન મહાઅભિયાનના પાંચમા દિવસે અમદાવાદ શહેરમાં 33 હજારથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News