કોરોનાના ડરથી ભારતીયોએ કારનું માર્કેટ ઉચક્યું, છેલ્લા પાંચ મહિનામાં વેચાણમાં 18%નો ઉછાળો; 2-વ્હીલરના સેલ્સની ધીમી ગતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-12 14:20:54
  • Views : 406
  • Modified Date : 2020-12-12 14:20:54

   ઓટોમોબાઈલ સેક્ટર આમ તો છેલ્લા બે વર્ષથી તકલીફમાં છે. તેમાય કોરોના આવવાથી આ સેકટરના રિવાઈવલને ભારે ફટકો પડ્યો છે. પરંતુ આ સેક્ટરમાં પેસેન્જર વ્હીકલ સેગ્મેન્ટને કોરોનાથી ફાયદો થઇ રહ્યો છે. કહેવત છે કે 'જાન હૈ તો જહાન હૈ'. કોરોના આવ્યા બાદ સ્વાસ્થ્યની સેફટીને લઈને લોકો ઘણા જ સજાગ બન્યા છે અને એટલે જ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ તેમજ ગ્રુપમાં કોમન વ્હીકલનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે અને પોતાના જ વાહનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. આ કારણે આ વર્ષમાં 2-વ્હીલરની સરખામણીએ કારના વેચાણનો ગ્રોથ વધુ થયો છે.

    ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)ના પ્રમુખ વિન્કેશ ગુલાટીએ જણાવ્યું કે, કોરોનાને કારણે લોકોની વિચારશરણી બદલાઈ છે. જે વ્યક્તિ પહેલા પોતાના માટે 2-વહીલર લેવાનું વિચારતા હતા તે હવે પરિવારની સલામતી ખાતર બજેટની બહાર જઈને પણ કાર ખરીદી રહ્યા છે. લોકો પોતાની જરૂરિયાત કરતા પરિવારની સલામતીને વધારે મહત્વ આપી રહ્યા છે અને આજ કારણોથી પેસેન્જર વેહિકલ સેગ્મેન્ટમાં અપેક્ષા કરતા ઝડપી રિકવરી આવી છે. સ્કૂટર સેગમેન્ટમાં રિવાઇવલ આવતા હજુ થોડો સમય લાગશે.

   પેસેન્જર વ્હીકલમાં ગ્રોથરેટ વધુ હોવા અંગે સમજાવતા એમરાલ્ડ હોન્ડાના CEO રજનીશ અરોરાએ જણાવ્યું કે, આવું પહેલીવાર થઇ રહ્યું છે કે સ્કુટરના વેચાણની સરખામણીએ કારમાં સેલ્સ ગ્રોથ વધુ હોય. કોરોનાને કારણે લોકો પોતાની અને પરિવારની સેફટી અંગે વધુ વિચારતા થયા છે. જે લોકો પહેલા પબ્લિક ટ્રાન્સપોર્ટ કે કંપનીના વાહનમાં ઓફિસ જતા હતા અથવા ટ્રાવેલ કરતાં હતા તેમાંના ઘણા લોકો હવે સલામતીને ધ્યાનમાં રાખીને કાર ખરીદી રહ્યા છે. આજ કારણોથી ગુજરાત સહીત દેશભરમાં ગાડીઓનો સેલ્સ ગ્રોથ વધુ છે.વિન્કેશ ગુલાટીએ જણાવ્યું કે, કોરોનાની સૌથી વધુ અસર મધ્યમ વર્ગને થઇ છે. જોબ લોસ તેમજ આવકમાં ઘટાડો થવાના કારણે આ વર્ગ તરફથી 2-વ્હીલરની માગ આવતી હોય છે તે નથી આવી. આ સાથે જ બીજી તરફ સ્કૂલ-કોલેજો બંધ હોવાથી વિદ્યાર્થીઓની ખરીદી પણ બંધ છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને લોકો વાહનોની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. આ બધાના કારણે સ્કુટર સેગમેન્ટમાં વેચાણને અસર થઇ છે.

    આંકડા જોતા જણાય છે કે, ચાલુ વર્ષ દરમિયાન તહેવારોના સમય દરમિયાન જ 2-વ્હીલરના વેચાણમાં ગ્રોથ થયો છે જયારે બાકીના મહિનાઓમાં તેમાં કોઈ ખાસ વધારો દેખાતો નથી. બીજી તરફ કારના વેચાણમાં સેલ્સ ગ્રોથ જળવાઈ રહ્યો છે. ઓટોમોબાઇલ ડિલર્સના જણાવ્યા પ્રમાણે, હાલની સ્થિતિએ આ ટ્રેન્ડ હજુ 4-5 મહિના જળવાઈ રહેશે. પેસેન્જર વ્હીકલ્સમાં જે ગ્રોથ આવ્યો છે તે મુખ્યત્વે એન્ટ્રી લેવલ કાર અથવા તો કોમ્પેક્ટ કારના વધુ વેચાણને કારણે આવ્યો છે.સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના ડિરેક્ટર જનરલ રાજેશ મેનને જણાવ્યું કે, 2-વ્હીલરમાં રીટેલ સેલિંગ હજુ પણ નબળું છે તેની સામે ઉત્પાદકો તરફથી સપ્લાય નિયમિત થઇ રહી છે. અમને આશા છે કે આ સમય પણ પસાર થઇ જશે. ઓવરઓલ વાત કરીએ તો આ વર્ષે એપ્રિલ-નવેમ્બરના ગાળામાં ગત વર્ષની સરખામણીએ પેસેન્જર વ્હીકલનું વેચાણ 20.57% ઘટ્યું છે જયારે 2-વ્હીલરમાં 25.08% ઘટાડો થયો છે.

    દેશમાં અનલોક થયા પછીની સ્થિતિ પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં પણ 2-વ્હીલરની સરખામણીએ પેસેન્જર વ્હીકલના વેચાણમાં ગ્રોથ વધારે થયો છે. ફાડાના ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગાડીઓના વેચાણમાં સરેરાશ 15%નો ગ્રોથ થયો છે. તેની સામે 2-વ્હીલરમાં 11% જેવો ગ્રોથ રહ્યો છે.

મે790--2793--
જૂન124321473.67412091375.43
જુલાઈ1433115.274573110.97
ઓગસ્ટ1682117.34464861.65
સપ્ટેમ્બર1484211.763640321.69



મે30,749--1,59,039--
જૂન1,26,471311.37,90,118396.8
જુલાઈ1,57,37324.438,74,63810.69
ઓગસ્ટ1,78,51313.438,98,7752.75
સપ્ટેમ્બર1,95,6659.610,16,97713.15
ઓક્ટોબર2,49,86027.6910416822.42
નવેમ્બર2,91,00116.46141337835.68

Download Our B K News Today App



Related News