કોરોનાએ ઇતિહાસમાં ગુજરાતને આ પણ બતાવી દીધું, નવરાત્રિમાં સ્ટેચ્યૂ ખૂલશે, માતાનો મઢ અને પાવાગઢ બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-15 10:56:25
  • Views : 531
  • Modified Date : 2020-10-15 10:56:25

     એક બાજુ રાજ્ય સરકાર ૧૭મી ઓક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, ગિર અભ્યારણ, દાંડી ગાંધી સ્મારક વગેરેને ખોલી રહી છે તો બીજી બાજુ આગામી નવરાત્રિ દરમિયાન રાજ્યના કેટલાંક પ્રખ્યાત માતાજીનાં મંદિરો બંધ રહેશે. પાવાગઢ ખાતે આવેલું પ્રસિદ્ધ મહાકાળી મંદિર નવરાત્રિ દરમિયાન બંધ રહેશે. ઋષિ વિશ્વામિત્રના સમયનું મહાકાળી માતાનું આ મંદિર ઇતિહાસમાં પહેલીવાર નવરાત્રિમાં બંધ રહેશે.

   નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરમાં મહાકાળી માતાના દર્શન માટે થી ૧૦ લાખ લોકો આવે છે, જેને પગલે કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં ફેલાવાની શક્યતા હોવાથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ પાવાગઢ ખાતે લાખ લોકો દર્શનીય ઊમટી પડ્યા હતા. તો બીજી બાજુ કચ્છ સ્થિત માતાના મઢ સ્થિત આશાપુરા મંદિર નવરાત્રિની સાતમ સુધી બંધ રહેશે. અંબાજી મંદિર નવરાત્રિ દરમિયાન ખુલ્લું રહેશે. સવારે 8થી ૧૧.૩૦, બપોરે ૧૨.૩૦થી .૧૫ અને સાંજે થી રાત્રે સુધી મંદિર ખુલ્લું રહેશે.

Download Our B K News Today App



Related News