15 ઓગસ્ટના દિવસે ધ્વજવંદન માટે શિક્ષક ન આવતા વિવાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-18 17:24:48
  • Views : 108
  • Modified Date : 2023-08-18 17:24:48

ડાંગના સુબીર ખાતે આવેલા કેળ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકની બેદરકારીના કારણે વિરોધ થયો છે. 15મી ઓગસ્ટના દિવસે કેળ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ હતો, જેમાં શાળાના શિક્ષક જ હાજર ન રહેતા વિવાદ સર્જાયો છે. ગ્રામજનો શાળામાં ધ્વજવંદન કરવા એકઠા થયા, પણ શિક્ષક જ ગેરહાજર રહ્યા હતા. જે બાદ ગ્રામજનોએ શિક્ષકની ગેરહાજરીનો વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. તો શિક્ષક પર ગંભીર આક્ષેપ પણ લાગ્યા છે, કે શિક્ષક માત્ર પોતાની હાજરી પુરાવવા જ શાળામાં આવે છે. તેમજ શાળામાં આવીને દારૂ પણ પીતો હોવાની ચર્ચા છે. સમગ્ર ફરિયાદ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષક સામે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News