પાલનપુરમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણને લઇ સરકાર દ્વારા ખેમાણા નજીકથી બાયપાસને મંજૂરી અપાતા જ વિવાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-16 12:47:30
  • Views : 506
  • Modified Date : 2022-01-16 12:47:30

 

પાલનપુર નજીક નવો આકાર પામનાર બાયપાસ મામલે ખેડૂતોનુ વધુ એક વિરોધ પ્રદર્શન કિસાન સંગના નેજા હેઠળ વિરોધ કરાયા બાદ આજે આસપાસના 3 ગામના ખેડૂતો જિલ્લા કલેકટર આવેદનપત્ર પાઠવ્યું

 

બે દિવસ અગાઉ 25 કિલોમીટર લાંબા બાયપાસને માર્ગ અને મકાન વિભાગ મંત્રીએ આપી છે સિદ્ધાંતિક મંજૂરી 

 

હમારી માંગે પુરી કરોના નાદે ગજવી કલેકટર કચેરી

 

રોષે ભરાયેલા ખેડુતોએ અગાઉ કાર્યરત બાયપાસ જ પહોળો કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત

 

જો માંગ નહીં સ્વીકારય તો ઉગ્ર  આંદોલન કરવાની ની ઉચ્ચારી ચીમકી

 

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણને લઇ  સરકાર દ્વારા ખેમાણા નજીકથી બાયપાસને મંજૂરી અપાતા જ વિવાદ

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર હાઈવે પરની ટ્રાફિક સમસ્યાના નિરાકરણને લઇ  સરકાર દ્વારા ખેમાણા નજીકથી બાયપાસને મંજૂરી અપાતા જ વિવાદ ઉભો થયો છે. મંજુર કરાયેલા બાયપાસથી આસપાસના વિસ્તારના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરી અગાઉ પાસ થયેલો બાયપાસ રદ કરી નવા બાયપાસને મંજૂરી અપાઈ હોવાના આક્ષેપો સાથે જિલ્લા કલેકટર કચેરી પહોંચી આવેદન પાઠવી રજુઆત કરાઈ છે..

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર નજીકથી પસાર થતો દિલ્હીથી મુંદ્રા પોર્ટને જોડતો નેશનલ હાઇવે પરથી દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં મોટા વાહનો  પસાર થાય છે.જેને લઈ પાલનપુર શહેરના એરોમા સર્કલ નજીક મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોથી પેચીદી બની હતી.જોકે તાજેતરમાં આ હાઇવેની ટ્રાફિક સમસ્યા દરમ્યાન અકસ્માતમાં કેટલાક લોકોના મોત નિપજતા શહેરીજનો દ્વારા હાઇવેની ટ્રાફિક સમસ્યાના નિરાકરણની માંગ સાથે જન આંદોલન છેડાયુ હતું ત્યારે સરકાર દ્વારા શહેરીજનોની માંગણીને ધ્યાને લઈ દિલ્હીથી પાલનપુર તરફ આવતા માલવાહકોને સીધા ખેમાણાથી ચડોતર પસાર કરવા બાયપાસની મંજુરી આપી દેવાઇ છે.પરંતુ આ મંજૂરી મળતાં જ સરકારે મંજુર કરેલા બાયપાસ નજીક પોતાની જમીન ધરાવતા ખેડૂતો રોષે ભરાયા છે અને આ ખેડૂતોએ સરકાર સામે મોરચો મંડ્યો છે.

 

Download Our B K News Today App



Related News