ડીસાના વેલુનગરથી અજાપુરા જતા માર્ગ પર બિલ્ડરોએ દબાણ કરતા વિવાદ : 33 ફૂટનો રસ્તાનો દબાણ કરી દેતા ટ્રેકટર ચલાવવા મુશ્કેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-23 11:23:09
  • Views : 430
  • Modified Date : 2021-09-23 11:23:09

     ડીસાના વેલુંનગરથી અજાપુર જતો માર્ગ વર્ષો થી 33 ફૂટનો હતો જે રસ્તા બિલ્ડરોએ  દબાણ કરી સાંકડો કરી દેતા હવે વાહન ચલાવવા ખેડૂતો ને મુશ્કેલ બન્યા છે ત્યારે ખેડૂતોએ બિલ્ડર  દ્વારા બનાવતી દીવાલનું કામ અટકાવી કલેકટર સમક્ષ રજૂઆત કરી છે.

ડીસાના વેલુનગરથી અજાપુરા જતા માર્ગ પર બિલ્ડરોએ દબાણ કરતા વિવાદ..33 ફૂટ નો રસ્તાનો દબાણ કરી દેતા ટ્રેકટર ચલાવવા મુશ્કેલ બની રહ્યું છે.બનાસકાંઠામાં ભુ માફિયાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે ક્યાંક જમીનો પચાવવી તો ક્યાંક માર્ગો પર દબાણો કરી ફૂટ ના ભાવની જમીનો પચાવી પાડવાના અવનવા પેતરા ચાલી રહ્યા છે ત્યારે ડીસા ના વેલુંનગરથી અજાપુરા જવાનો માર્ગ રાજપુર કસ્બા તલાટી સમયથી 33 ફૂટ નો માર્ગ રેકર્ડ પર છે અને સોસાયટીઓ આવેલી છે જ્યાં સુધી પાલિકાએ 33 ફૂટ નો રોડ પણ બનાવેલ છે જ્યારે આગળ ખેતરોમાં જવાના રસ્તા પર હમણાંજ કેટલાક બિલ્ડરો એ ખેતીની જમીનો લઈને પ્લોટ પાડવાનું કામ શરૂ કરેલ અને જે બિલ્ડર એ આ 33 ફૂટ ના રસ્તા પર દબાણ કરી 10 ફૂટ કરી દેતા અજાપુરા જતા ખેડૂતો ને ટ્રેકટર ચાલવવું સહિત અન્ય વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા છે.બિલ્ડર દ્વારા દબાણ કરી કમ્પાઉન્ડ વોલ નું કામ શરૂ કરતાં સ્થાનિકો એ કામ અટકાવી દીધેલ ત્યારે બિલ્ડર દ્વારા ખેડૂતોને ધમકી આપવામાં આવેલી જેથી ખેડૂતો રોષે ભરાયા હતા અને જિલ્લા કલેકટર કચેરી આગળ ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી આપી હતી.આ બાબતે ખેડૂત મુકેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે કાયદેસર નો માર્ગ નકશા માં હોવા છતાં બિલ્ડરો દાદાગીરી થી દબાણ કરી રસ્તો સાંકડો કરી દીધેલ છે.જે રસ્તે વાહન ચાલવું મુશ્કેલ છે. ત્યારે દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં નહિ આવે તો અમે ખેડૂતો કલેકટર કચેરીએ ધરણા કરીશું.

જોકે હાલ તો એક તરફ બિલ્ડર દ્વારા કમ્પાઉન્ડ વોલ માટે ખોદકામ કરવામાં આવ્યું છે તો બીજી બાજુ દીવાલ બનાવી દેવામાં આવી છે જે દૂર કરવાની માગણી ઉઠી છે.ત્યારે તંત્ર આ બાબત ને ગંભીરતાથી લેછે કે ધરણા બાદ તંત્ર જાગશે તે જોવાનું રહ્યું..

 

 

Download Our B K News Today App



Related News