બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણીમાં મતદારોની પ્રથમ યાદી જાહેર થતા જ વિવાદ સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-23 12:51:21
  • Views : 291
  • Modified Date : 2021-07-23 12:51:21

     બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આવેલી માર્કેટયાર્ડમાં નિયામક મંડળની ચૂંટણી આગામી  ૧૮ સપ્ટેમ્બરે યોજાનાર છે.જેમાં  પ્રથમ મતદાર યાદી જાહેર થતાં માર્કેટ યાર્ડમાં ચૂંટણી મામલે વિવાદ ઊભો થયો છે.વેપારીઓ દ્વારા આક્ષેપ કરાઈ રહ્યાં છે કે ચૂંટણીલક્ષી લાયસન્સ આપી મતદારયાદીમાં 180 જેટલાં નામ સમાવિષ્ટ કરાવ્યાં છે જે નામ  રદ્દ કરી મતદાર યાદી નહીં સુધરે ત્યાં સુધી વેપારીઓએ હડતાળનો માર્ગ અપનાવતા માર્કેટ યાર્ડમાં માલની આવક જાવક ઠપ્પ થઈ છે.જેને લઈ માલ લઈ આવતા ખેડુતો અને માર્કેટ યાર્ડમાં કામ કરતા શ્રમિકોને અટવાવાનો વારો આવ્યો છે.

     મહત્ત્વની વાત છે કે ચૂંટણી આવતાની સાથે આં વિવાદ સામે આવ્યો છે.વેપારીઓ મતદાર યાદી સુધારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.બોગસ લાયસન્સ ને લઈ વેપારીઓ વિરોધ નોંધાવ્યો છે.ત્યારે હાલ વેપારીઓ માર્કેટ બંધ રાખી વિરોધ કરતા ખેડૂતો તેમજ શ્રમિકો અટવાયા છે..   જોકે વેપારીઓએ હડતાળ પર ઊતરવા  ખેડુતો પોતાનો માલ લઈ માર્કેટ યાર્ડમાં વેચવા પહોચ્યા પરંતુ માર્કેટ યાર્ડમાં હડતાલને પગલે  બંધ પેઢીઓને લઈ ખેડુતોને વાહનોનું ભાડું ભોગવવાનો વારો આવ્યો છે.જેને લઈ વેપારીઓની સાથે સાથે ખેડૂતોમાં પણ રોષ ભભુકયો છે તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં કામ કરતા શ્રમિકોની રોજીરોટી પણ છીનવાઇ છે. વહેલી તકે  માર્કેટયાર્ડ શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે.

     જોકે સમગ્ર મામલે માર્કેટ યાર્ડ ચેરમેન ફતા ધારિયા નિવેદન આપ્યું હતું કે માર્કેટ યાર્ડ ના જે લાઇસન્સ છે 413 તે માર્કેટ યાર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલા છે.જે લોકો આક્ષેપ કરી રહ્યા છે.તેમની પણ  સહિયો છે.તે સિવાય બહાર ના જે 162 લાયસન્સ છે તે રજીસ્ટ્રાર દ્વારા મંજૂર કરવામાં આવે છે.ત્યારે આં તમામ 575 લાયસન્સ વાળી મતદાર યાદી બહાર પાડવામાં આવી હતી.જેમાં કોઈ ને વાંધો હોય તો રજૂઆત કરી શકે છે.ત્યારે રજીસ્ટર માં જે બોગસ લાઇસન્સ ની રજૂઆત કરાઈ છે તેને લઇ ડી આર કચેરી થી તપાસ હાથ ધરાશે.જેમાં જે કોઈ લાયસન્સ ખોટું હશે તે રદ કરવાની જવાબદારી ડી આર કચેરી ના  અધિકારીઓ ની છે.પરંતુ હાલ માર્કેટ માં હડતાળ રાખવાથી ખેડૂતો તેમજ શ્રમિકો અટવાયા છે.ચૂંટણી આવતા આં એક રાજકીય રીતે ઊબકરવામાં આવ્યું હોય તેવું ચેરમેન દ્વારા પણ આક્ષેપ કરાયા હતા.

Download Our B K News Today App



Related News