બરોડા ડેરીમાં વિવાદનો ઉભરો શાંત: સતિષ પટેલ બન્યા ચેરમેન, જી.બી.સોલંકી ઉપપ્રમુખ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-03 15:38:24
  • Views : 96
  • Modified Date : 2023-07-03 15:38:24

લાંબા સમયથી ચાલતા બરોડા ડેરીના વિવાદનો અંત આવ્યો છે.  અત્રે જણાવી દઈએ કે, સતિષ પટેલ બરોડા ડેરીના ચેરમેન બન્યા છે જ્યારે જે.બી.સોલંકી બરોડા ડેરીના ઉપપ્રમુખ બન્યા છે. બરોડા ડેરીના ચૂંટણી વિવાદને સુલજવા માટે પક્ષે વડોદરા શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયાને વિશેષ જવાબદારી સોંપાઈ હતી. ગોરધન ઝડફિયાએ વિશેષ જવાબદારી સુપેરે નીભાવી સમગ્ર વિવાદનો અંત આણ્યો છે. બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પહેલાં લાંબો વિવાદ ચાલ્યો હતો. જેમાં ડેરીના 10 ડિરેક્ટરોએ સતીષ નિશાળિયાનો ખુલીને વિરોધ કર્યો હતો. જે મામલે સતીષ નિશાળિયાના નામનો મેન્ડેટ આવશે તો બળવો કરશે તેવી  ચર્ચા જાગી હતી અને પ્રદેશ ભાજપ પ્રમુખને મળી તમામ 10 ડિરેક્ટરોએ પોતાની વાત રજૂ કરી હતી. જે બાદ  સતિષ પટેલ બરોડા ડેરીના ચેરમેન બનાવાયા છે.

Download Our B K News Today App



Related News