બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા ગીર સોમનાથના આલીદર ગામ ના અઢી માસ ના બાળક માટે ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-02 12:21:59
  • Views : 239
  • Modified Date : 2021-07-02 12:21:59

      બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા ગીર સોમનાથના આલીદર ગામના અઢી માસના બાળક વિવાન વાઢેરને SMA સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારી પીડાઈ રહ્યો છે ત્યારે તેની સારવાર માટે 16 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોવાથી બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા આજે પાલનપુર ખાતે કલેકટર કચેરી બહાર ફાળો એકત્રિત કરવા માટે એકઠા થયા હતા અને રસ્તા પરથી આવતા જતા લોકો પાસે ફાળો આપવાની મદદ માગવામાં આવી હતી...ગીર સોમનાથના આલીદર ગામના અઢી માસના બાળક વિવાન વાઢેરને રાજકોટ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેનું નિદાન થતાં તેને સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારીનું નિદાન થતાં તેને મુંબઈની હોસ્પિટલમાં સારવાર માટે નામની નોંધણી કરાવવામાં આવી છે જ્યાં તેની દવા વિદેશથી મંગાવવાની હોય એની સારવારનો ખર્ચ 16 કરોડ રૂપિયા થતો હોય વિવાન વાઢેરના માતા પિતા દ્વારા લોકોને મદદ કરવા માટેની માંગ કરી હતી..જેને લઈને આજરોજ બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા આજે પાલનપુર ખાતે કલેકટર કચેરી બહાર રસ્તા ઉપર ફાળો એકત્રિત કરવા માટે એકઠા થયા હતા અને રસ્તા પર અવરજવર કરતાં લોકોને ફાળો આપવા અને વિવાન વાઢેરને મદદ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી જેમાં જિલ્લા દલિત સંગઠનના પ્રમુખ દલપતભાઈ ભાટિયા સહિત દલિત સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Download Our B K News Today App



Related News