અમીરગઢ જિલ્લા પંચાયત સદસ્યની વારંવાર રજૂઆતો કોઈ સાંભળતું નથી રબારીયા ગામ નજીક કલેડી નદી પર ચાલતા બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરની મનમાની યથાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 11:04:12
  • Views : 275
  • Modified Date : 2021-03-11 11:04:12


 "સૌનો સાથ સૌનો વિકાસ"  વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી  સરકારનો મૂળમંત્ર રહ્યો છે. તેમજ છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં વસતા ગરીબ આદિવાસીઓને  રસ્તા,
પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતો પુરી પાડી શકાય તે માટે કમર કસી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર ગણાતા અમીરગઢ વિસ્તારમાં ચોમાસાની ઋતુ દરમિયાન નદી નાળા પર
પુલની વ્યવસ્થા ના હોવાને કારણે કેટલાય લોકો નદીનાળાના વહેણમાં તણાઈ મૃત્યુને ભેટ્યા છે તે બાબતને સરકારે ગંભીરતાથી લઈ અમીરગઢ વિસ્તારમાં નદી નાળા પર બ્રિજ બનાવવાની કામગીરી કોન્ટ્રાકટ પદ્ધતિથી જે તે કોન્ટ્રાક્ટરોને આપી છે. એવુંજ એક કામ તાજેતરમાં અમીરગઢના રબારીયા ગામ નજીક કલેડી નદી પર ચાલી રહ્યું છે. જે કામમાં કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોવાથી આજ વિસ્તારમાંથી ચૂંટાઈ આવેલા જિલ્લા પંચાયત સદસ્ય અમરાભાઈ ડામોરે જવાબદાર અધિકારીઓને સતત રજૂઆતો કરવા છતાં અધિકારીઓ દ્વારા આ કોન્ટ્રાક્ટર સામે કોઈ જ કાર્યવાહી કે મૂળ કામની જગ્યાએ આવી તપાસ ન કરતા  હવે આદિવાસી લોકોએ
આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ આજ કામમાં ગેરરીતિ ચાલતી હોવાના અહેવાલ મીડિયામાં પ્રસારિત થયા હતા. છતાં પણ જવાબદાર તંત્રને આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધની કાર્યવાહી કરતાં કોનો ડર સતાવી રહ્યો છે એ સવાલ લોકોને મૂંઝવી રહ્યો છે.

Download Our B K News Today App



Related News