ડીસાની ગ્રીનપાર્ક સોસાયટી સહિતનો વિસ્તાર કન્ટેઈનમેન્ટ જાહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-09 12:04:27
  • Views : 1325
  • Modified Date : 2020-05-09 12:05:21

ડીસા શહેરમાં કોરોના
પોઝીટીવ કેસને લઇ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. ગુરૂવારે ડીસામાં કેસ આવ્યા બાદ ૨૦ થી વધુ સોસાયટીને બફરઝોનમાં મુકતા તમામ રસ્તાઓ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે.
ડીસામાં બહારથી આવેલા લોકોએ લોકડાઉન દરમ્યાન દોઢ માસથી ઘરમાં પુરાયેલા નગરજનો અને તંત્રની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે. ડીસામાં અમદાવાદથી આવેલ જૈન
પરિવારના માતા, પુત્ર અને પુત્રી તેમજ રાજસ્થાનના સગીરને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા આરોગ્ય સહિત તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ડીસાના નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝા, ડીસા શહેર ઉત્તર પીઆઇ જે.વાય.ચૌહાણ અને ડીસા શહેર દક્ષિણ પીઆઇ બી.વી.પટેલ દ્વારા શહેરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી બિનજરૂરી ફરતા વાહનચાલકો અને લોકો લોકો ઉપરાંત મંજૂરી વગર બહારથી આવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ડીસામાં બફરઝોનમાં મુકાયેલી સોસાયટી
ડીસા શહેરની ગ્રીનપાર્ક સોસાયટીના જૈન પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝીટીવ આવતા તંત્ર દ્વારા ગૌધુલી પાર્ક, આનંદ હોસ્પિટલની આજુબાજુનો  વિસ્તાર, નેમરાજુલ, પીપાજીનગર, સમૃદ્ધિ પાર્ક, પૂણ્યનગરી વિશ્વ શાંતિ, યમુના કુંજ, આદર્શ સ્કૂલ પાછળ, સ્વસ્તિક, નેમિનાથ નગર, પારસ, નૂતન, જવાહર, આદર્શ, નવજીવન, સમર્પણ, સ્નેહકુજ, ગુલબાણીનગર, રામનગર અને અગ્રસેનનગરનો સમાવેશ કરાયો છે.

 ડીસાના આ રસ્તાઓ સંપૂર્ણ બંધ કરાયા
- ડીસાના ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધી
- જલારામ મંદિરથી ગાયત્રી મંદિર સુધી
- ડો. તપન ગાંધીના દવાખાનાથી ગ્રીનપાર્કમાં જવાનો રસ્તો
- ડો. જયેશ શાહની હોસ્પિટલથી પૂણ્યનગરી તરફ જવાનો રસ્તો
- અગ્રસેનનગર તરફ જવાનો રસ્તો
- ડો. રવિ પટેલની હોસ્પિટલથી રામનગર તરફ જવાનો રસ્તો
- એલઆઇસી બિલ્ડીંગથી ગુલબાણીનગર તરફ જવાનો રસ્તો
- સ્પોટ્‌ર્સ ક્લબથી સ્નેહકુંજ,  સમર્પણ, નવજીવન તરફ જવાનો રસ્તો
- યુનિયન બેન્કથી નેમિનાથ તરફ જવાનો રસ્તો
- ડો. સુરેશ ગુપ્તાના દવાખાનાની બાજુવાળી બંને ગલીઓ નેમિનાથ તરફની
- જુના બસ સ્ટેન્ડથી નેમિનાથ તરફની ગલી
- ચર્ચ પાછળથી નેમિનાથ તરફ જતી ગલી
- આદર્શ હાઇસ્કૂલથી વિશ્વશાંતિ થઈ નેમિનાથ તરફનો રસ્તો
- સ્વસ્તિક સોસાયટી તરફનો રસ્તો
- બાબુમીયાની ગેરેજથી નેમિનાથ તરફનો રસ્તો

Download Our B K News Today App



Related News