વીમા ક્લેઇમ ના અપૂરતા નાણાં ચૂકવવા માટે વીમા કંપનીઓને ગ્રાહક અદાલતની લપડાક..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-06 12:18:40
  • Views : 239
  • Modified Date : 2022-07-06 12:18:40

 

રૂ 4,16,116- ચૂકવવા આદેશ

 

વર્તમાન સંજોગો માં મેડિકલેમએ બીમારીના સમયે ગ્રાહકોની આર્થીક સ્થિતિને પહોચી વળવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ વીમા કંપનીઓ ની બેદરકારી અને સેવામાં ખામીના કારણે તે ગ્રાહકો માટે હાલાકીનો સબબ બની રહે છે. ડીસાના બે ગ્રાહકોએ હોસ્પિટલના ખર્ચાઓ થી રાહત મેળવવા માટે વીમાકંપની પાસેથી મેડિકલેમ લીધેલ હતો. અને ઘણા વર્ષો થી તેઑ પ્રીમિયમ ના નાણાં ભરી પોલીસી ચાલુ રાખેલ હતી પરતું જ્યારે વીમા ક્લેઇમ ચૂકવવાનો સમય આવ્યો ત્યારે વીમા કંપનીએ વીમા ક્લેઇમની અમુક રકમ ચૂકવી ગ્રાહકોને હાલાકી અને માનસિકત્રાસ ના બોગ બનાવેલ હતા અને તેથી બંને ગ્રાહકો ગુજરાતની જાણીતી ગ્રાહક હિત રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ની કચેરીએ આવી પંહોચ્યા હતાં.

ફરિયાદની વિગતો મુજબ એક કેસમાં ડીસા ના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર આશિતભાઇ ગાંધીએ ધી ઓરિએંટલ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી જ્યારે બીજા કેસમાં વિષ્ણુભાઈ જયંતિલાલ ખત્રી ધી ન્યુ ઈન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની પાસે થી રૂ. 5,00,000- અંકે રૂ. પાંચ લાખ ની મર્યાદામાં વીમા પોલિસી લીધેલ હતી અને તેનું પ્રીમિયમ તેઓ ઘણા વર્ષોથી જમા કરાવી વીમા પોલિસી ચાલુ રાખતા હતાં. દરમિયાન વર્ષ 2018 ના અરસામાં બંને ગ્રાહકો ને હૃદય રોગ નો હુમલો આવતા બંને ગ્રાહકો ને એપેક્ષ હોસ્પિટલ અમદાવાદ ખાતે સર્જરી કરાવવી પડેલી. સર્જરી બાદ બંને ગ્રાહકોએ પોતપોતાની વીમા કંપની માં રૂ. 5,00,000- નો વીમા ક્લેઇમ મુકેલ.

ડોકટર આશિત ભાઈ ગાંધી મુકલે વીમા ક્લેઇમ રૂ. 5,00,000- માં થી વીમા કંપની રૂ. 1,33,921- કાપી લીધેલા જ્યારે ફરિયાદી વિષ્ણુભાઈ જે. ખત્રીએ મુકેલ વીમા ક્લેઇમ રૂ. 5,00,000- માં થી વીમા કંપનીએ રૂ. 1,98,807- ઓછા ચૂકવતા બંને ગ્રાહકોને આશ્ચર્ય થયેલ અને વીમા કંપની માં રાજુવાત કરવા છતાં કોઈ પરિણામ ના આવતા બંને ગ્રાહકોએ ગુજરાત ની જાણીતી ગ્રાહક હિત હક્ક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળની ડીસા રિસાલા બજાર ખાતે આવેલ કચેરીએ રૂબરૂ આવી સંસ્થાના પ્રમુખ અને ગુજરાત ના જાણીતા ગ્રાહક સુરક્ષા ચળવકાર કિશોર દવે ને લેખિત ફરિયાદ આપેલ.

બંને ફરિયાદો ને ગંભીરતાથી લઈ શ્રી કિશોર દવે બંને વીમા કંપનીઓને નોટીસ આપી બાકી રહેતા વીમા ક્લેઇમનાં બાકી રહેતા નાણાં ચૂકવી આપવા તાકીદ કરેલ હતી પરંતુ ગ્રાહકો સાથે અનૈતિક વેપાર પદ્ધતિ અને સેવામાં ખામી માટે ટેવાયેલી વીમા કંપનીઓ ને ગ્રાહકો ને બાકી  નાણાં ચૂકવી આપતાં સંસ્થાના મંત્રી પ્રિતેશ જે શર્માએ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલત સમક્ષ અનુક્રમે ફરિયાદ નં 922019 અને ફરિયાદ નં 1912019 દાખલ કરેલી.

ફરિયાદ ના અનુસંધાને શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્મા ની દલીલોને માન્ય રાખી બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ ના પ્રમુખ શ્રી .બી. પંચાલ, સભ્ય શ્રી એમ.. સૈયદ, અને બી.જે. આચાર્યની જયુરીએ અરજદાર જ્યારે પોલિસી લે છે ત્યારે તમામ પ્રીમિયમ ભરે છે અને પોલિસી લે છે તેથી વિમેદાર પોલિસી હેઠળ સારવાર ખર્ચની પૂરેપુરી રકમ મેળવવા હકદાર હોવાનું ઠરાવી ફરિયાદી ડો. આશિતભાઈ ગાંધી ને બાકી રહેતા વીમા ક્લેઇમ ના નાણાં રૂ. 1,33,921- અંકે રૂ. એક લાખ તેત્રીસ હજાર નવ સો એકવીસ ઉપરાંત તા. 170620219 થી 9% ના વ્યાજ તેમજ ફરિયાદ ખર્ચ પેટે રૂ. 1,500- અને માનસિકત્રાસ પેટે રૂ. 1,000- મળી કુલ રૂપિયા 1,72,579- ચૂકવવા તેમજ ફરિયાદી વિષ્ણુભાઈ જયંતિલાલ ખત્રીને તેમની બાકી રહેતા વીમા ક્લેઇમના નાણાં રૂ. 1,98,807- અંકે રૂપિયા એક લાખ તેત્રીસ હજાર નવ સો એકવીસ ઉપરાંત તા. 201220219 થી 9% ના વ્યાજ સહિત તેમજ ફરિયાદ ખર્ચ પેટે રૂ. 1,500- અને માનસિકત્રાસ પેટે રૂ. 1,000- મળી કુલ રૂપિયા 2,43,537- ચૂકવવા આદેશ ફરમાવેલ છે.

આમ ગ્રાહકોની સતત પડખે રહેનાર શ્રી જાગૃત નાગરિક, ગ્રાહક સુરક્ષા મંડળ અને ગ્રાહક સુરક્ષા ચળવલકાર કિશોરભાઈ દવે ના પ્રયાસો થી વીમા કંપની દ્વારા શોષિત અને પીડિત ગ્રાહકો ને ન્યાય મળવા પામેલ છે.

Download Our B K News Today App



Related News