બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં RTO સર્કલ પર ઓવરબ્રિજ નિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-15 13:32:08
  • Views : 254
  • Modified Date : 2024-03-15 13:32:08

પાલનપુર શહેરમા RTO સર્કલ પર નિર્માણ થઇ રહેલ ઓવરબ્રિજનો ગડર ધરાશાયી થવાની ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગત ઓક્ટોબર માસમાં ઘટેલી આ ઘટનાને પગલે એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ નોંધવામા આવી હતી. જોકે હવે આ દરમિયાન અધૂરા ઓવરબ્રિજનું કામ ફરીથી શરુ કરવામાં આવ્યુ છે. જેમાં ફરીથી એજ એજન્સીએ કામ શરુ કર્યુ છે, જે એજન્સી પર બેદરકારીના સવાલો ઉઠ્યા હતા.એટલે કે હાલ એજન્સીએ 6 ગડર ફરીથી નિર્માણ કરવા માટેની કામગીરી શરુ કરી છે. તૂટી પડેલા ગડરના સ્થાને હવે નેશનલ હાઇવે ઓથોરિટીએ ફરીથી એજન્સીને કામ સોંપ્યું છે અને હવે એ જ મૂળ જૂની એજન્સી દ્વારા આ કામગીરી શરુ કરવામાં આવી છે. જેને લઈ હવે સવાલો ઉઠવા લાગ્યા છે.

Download Our B K News Today App



Related News