ડાંગ જિલ્લામાં અદ્યતન આરટીઓ કચેરીનું બાંધકામ શરૂ કરાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-03 15:13:22
  • Views : 67
  • Modified Date : 2024-02-03 15:13:22

ડાંગ : આદિવાસી વિસ્તારમાં રહેતા આદિજાતિ પરિવારો સુખી, શિક્ષિત, સ્વસ્થ, અને આર્થિક રીતે સમૃદ્ધ બને તેમજ તેમને ઘર આંગણે જ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સતત ચિંતિત અને કાર્યરત ગુજરાત અને ભારતની ડબલ એન્જિન સરકારે વિકાસની રફતારને ગતિ મળી રહે તે માટે માર્ગોના વિકાસ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે. ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે ડાંગ જિલ્લાના પંચાયત હસ્તકના માર્ગોનું ભૂમિપુંજન કરતાં આ નિવેદન આપ્યું હતું.ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમાં ગ્રામીણ માર્ગોના નવિનિકરણને પ્રાધાન્ય આપતા ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં ધારાસભ્યએ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના 6 માર્ગના નિર્માણ માટે ભુમીપુજન કર્યું હતું. કુલ રૂપિયા ૨૮૨.૪૯ લાખની કિંમતના છ જેટલા અંતરિયાળ માર્ગોના નવિનિકરણના કાર્યોનું ભૂમિપુજન કર્યું હતું.દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોના સર્વાંગિણ વિકાસનો આધાર માર્ગો જ છે તેમ જણાવતા ધારાસભ્યશ્રીએ તાજેતરમાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કુલ રૂપિયા ૩૯૭૧.૬૨ લાખની કિંમતના ૧૧૯.૦૭ કિલોમીટર લંબાઈના ૧૭ જેટલા માર્ગો મંજૂર કરીને ડાંગના ગ્રામજનોની લાગણી અને માંગણીને લક્ષમાં લીધી છે તેમ ઉમેર્યું હતું.તાજેતરમાં જ ગાંધીનગર ખાતે સંપન્ન થયેલી વાઈબ્રન્ટ ગુજરાત-2024 સમિટ દરમિયાન ગુજરાતમાં રોડ અને રેલ નેટવર્ક ક્ષેત્ર માટે કુલ રૂપિયા 70 હજાર 627 કરોડથી વધુની રકમના 181 પ્રોજેકટમાં મૂડી રોકાણ નોંધાયું છે. જે આગામી દિવસોમાં ગુજરાતની કાયાપલટ કરશે તેમ પણ વિજયભાઈ પટેલે  જણાવ્યુ હતું.ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇમાં વર્ષોથી ભાડાના મકાનમાં આરટીઓ કચેરી ચાલતી હતી. આહવા તાલુકાનાં ગામો ઉપરાંત સુબીર તાલુકાનાં ગામોમાંથી 50થી100 કિ.મીનો અંતર કાપીને લોકો જતા હતા. સમસ્યાને ધ્યાને લઈ ડાંગ જિલ્લા મુખ્ય મથક આહવાથી 10 કિ.મી.નાંઅંતરે આવેલ ભવાનદગડ ગામમાં સ્ટેટમાર્ગ-મકાન વિભાગ દ્વારા રૂ.6,70,14,410ની ગ્રાન્ટ ફાળવતા નવીઆરટીઓ કચેરીનું કામ શરૂ કરાયું  છે.

Download Our B K News Today App



Related News