પાલનપુરમાં સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ હતી શહેરમાં નીકળેલી સંવિધાન યાત્રાનું ઠેરઠેર ભવ્ય સ્વાગત કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-28 12:46:43
  • Views : 221
  • Modified Date : 2021-11-28 12:46:43

પાલનપુર ખાતે વિધાનસભામાં પૂર્વ અધ્યક્ષ અને માજી કેબિનેટ મંત્રી રમણભાઈ વોરાની ઉપસ્થિતમા સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ હતી યાત્રા વાજતે ગાજતે સિમલા ગેટ થી ટાઉનહોલ ખાતે પહોંચી હતા દરમ્યાન ગૌરવ યાત્રાનું ઠેરઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું દેશભરમાં 26 નવેમ્બરના દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે જેને લઈ બનાસકાંઠા ના પાલનપુર ખાતે 26 નવેમ્બરના રોજ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા ની ઉપસ્થિતમાં જિલ્લા ભાજપ અને અનુસૂચિત જાતિ મોરચા દ્રારા સંવિધાન ગૌરવ યાત્રા યોજવામાં આવી હતી પાલનપુર શહેરના સીમલાગેટ ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા બાદ સંવિધાન ગૌરવ યાત્રા નો પ્રારંભ કરાયો હતો જે યાત્રા અમીરરોડ ,ગઠામણ દરવાજા,ગલબાકાકાના સ્ટેચ્યું થઈ નવા ટાઉન હોલ ખાતે પહોંચી હતા જ્યાં સભા યોજાઈ હતી જેમાં યાત્રામાં સાસંદ પરબતભાઈ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલા,જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડો.અરુણ આચાર્ય,મહામંત્રી રાજેશભાઈ પરમાર,યાત્રા સંયોજક મુકેશભાઈ શ્રીમાળી સહિત વિવિધ મોરચા મંડળના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા સભામાં સંવિધાન અને તેના રચિયતા ડો.બાબા સાહેબ આંબેડકર ની સ્મૂતી ઓને વાગોળવા માં આવી હતી.

Download Our B K News Today App



Related News