પાલનપુરમાં કોંગ્રેસે જનવેદના આંદોલન રેલી અને સભા યોજી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 13:10:56
  • Views : 432
  • Modified Date : 2019-11-14 13:10:56

 ભાજપ સામે વિરોધ નોંધાવ્યોબનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા બુધવારે પાલનપુરમાં જન વેદના આંદોલન અંતર્ગત જાહેર સભા કરી ભાજપ સરકાર સામે વિરોધ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ રેલી યોજવામાં આવી હતી. જેમાં કાંગી અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા બુધવારે પાલનપુરમાં જન વેદના આંદોલન અંતર્ગત કોઝી વિસ્તારમાં જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ હાજર રહી ભાજપ સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.તેમજ ડુંગળીના હાર પહેરી ગેસની બોટલની પ્રતિકૃતી સાથે કોઝીથી સિમલા ગેટ પહોંચી ડો.બાબાસાહેબ આંબેડકરના બાવલાને ફુલહાર કરવામાં આવ્યા હતા.  જેમાં વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ ગઢવી, પાલનપુર ધારાસભ્ય મહેશભાઇ પટેલ, ગોવાભાઇ દેસાઇ, જિલ્લા પંચાયત પ્રમુખ પિનાબેન ધાડીયા, લક્ષ્મીબેન કરેણ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 


Download Our B K News Today App



Related News