મોંઘવારી સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ગાંધીનગરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસે સુત્રોચ્ચાર કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-30 11:51:59
  • Views : 356
  • Modified Date : 2020-06-30 11:51:59

ગાંધીનગરમાં ગતરોજ સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસે મોંઘવારી વિરુદ્ધમાં બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. વર્તમાન સમયમાં પેટ્રોલ ડિઝલના ભાવ વધારા સામે કોંગ્રેસે સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં પણ કોંગ્રેસ દ્વારા ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ જિલ્લા તથા શહેરના કાર્યકરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી, જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પ્રમુખ મંગુબેન ચૌધરી, મીડિયા સેલના પ્રવક્તા હિમાંશુભાઈ
પટેલ, મીડિયા પ્રદેશના નિતીશભાઈ વ્યાસ વિરોધ
પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના જાહેરમાં ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News