મેયરની ગ્રાંટમાંથી કરાયેલા ખર્ચની વિગતવાર માહિતી ના અપાતા કૉંગ્રેસના મહિલા નગરસેવકે કૌભાંડની આશંકા વ્યકત કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 16:14:08
  • Views : 198
  • Modified Date : 2021-03-10 16:14:08

    ગાંધીનગર મેયરની ગ્રાન્ટમાંથી પતંગ ખરીદીમાં કૌભાંડનો આક્ષેપ કર્યા બાદ બાદ કોરોના મહામારીના ઓથાર હેઠળ સેનીટાઇઝર માસ્ક અને અનાજ ની કીટ વિતરણ માં પણ બહુ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા વ્યકત કરી કોંગ્રેસના મહિલા નગરસેવક પિંકીબેન પટેલ ધ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.

    ગાંધીનગરની પ્રજાના ટેક્સના નાણાં માંથી પ્રજાલક્ષી કાર્યો કરવા માટે મેયરની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે જેમાં વર્ષ 2018 -19, 2019-2020, તેમજ 2020-2021 ની ગ્રાન્ટમાંથી કયા કયા કામો કરવામાં આવ્યા અને આ ગ્રાન્ટ ક્યાં ક્યાં વાપરવામાં આવી તેની વિગતો કોંગ્રેસના સભ્ય પિન્કીબેન પટેલ દ્વારા મ્યુનિસિપલ કમિશનર પાસે માંગવામાં આવી હતી. પરંતુ કોર્પોરેશન તંત્ર માત્ર આંકડાકીય માહિતી જ પૂરી પાડી છે ત્યારે ગ્રાન્ટની રકમ કયા કયા કાર્યો માં ઉપયોગમાં લેવામાં આવી તેની માહિતી છુપાવીને ભ્રષ્ટાચાર કરાઇ રહયો હોવાની ફરિયાદ પિન્કીબેન એ મુખ્યમંત્રીને કરી છે.

    તાજેતરમાં ઉતરાયણ દરમિયાન કોરોના મહામારી ના ઓથાર હેઠળ એક લાખ નંગ પતંગની ખરીદી કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ મહિલા સભ્યએ કર્યો હતો. ત્યારે હમણાં જ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પણ પતંગ કૌભાંડનો મુદ્દો ગાજ્યો હતો. જેમાં ભાજપના સભ્યોએ જ પતંગ ખરીદીની જેમ જ કોરોનાના નામે સેનેટાઈઝર, માસ્ક ઉપરાંત અનાજની કીટની ખરીદી તથા વિતરણમાં પણ મોટું કૌભાંડ થયાનો આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો હતો. ત્યારે કોંગ્રેસના પિન્કીબેન પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે સ્થાયી સમિતિ ધ્વારા મેયરની ગ્રાન્ટનો હિસાબ શા માટે રજૂ કરવામાં આવતો નથી.

    ગાંધીનગરના જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ એકટ હેઠળ પણ ગ્રાન્ટની માહીતી માંગવામાં આવી છે. પરંતુ છેલ્લા બે વર્ષથી આ માહિતી આપવામાં આવતી નથી. જો ગ્રાન્ટમાં કાંઈ ખોટુ થયું નથી તો તેને છુપાવવાનો પ્રયાસ કેમ કરવામાં આવી રહયો છે. તે પ્રકારની રજૂઆત કરવામા આવી છે.

Download Our B K News Today App



Related News