ખેડૂતો-સ્કૂલ ફી મુદ્દે કોંગ્રેસ આંદોલન કરશે : ચાવડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-01 12:09:19
  • Views : 297
  • Modified Date : 2020-10-01 12:09:19

     રાજ્ય વિધાનસભાની 8 પેટા ચૂંટણીની બે્ઠક માટે યોજાનારી ચૂંટણી માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા 2થી3 નામની પેનલ તૈયાર કરી છે. આ પેનલમાંથી કોઇ એક ઉમેદવારની પસંદગી થશે તેમ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, સ્કૂલની એક સત્રની ફી માફી કરવાની કોંગ્રેસની માગ હતી અને જયાં સુધી એક સત્રની ફી માફી નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ આંદોલન કરશે. ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ આંદોલન ચાલુ રાખશે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, પેટાચૂંટણી માટે સ્થાનિક સ્તરેથી સહમતી પછી નામની પસંદગી કરાઇ છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે સ્થાનિક નેતાઓને કામે લાગી જવાનો અનુરોધ કર્યો છે.

દાહોદ જિલ્લાનાં 330 ગામમાં ચેકડેમ કાગળ પરઃ ધાનાણી
પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને જાણ કરી છે કે, દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના 124 તથા ધાનપુર તાલુકામાં 206 નવા ચેકડેમ બનાવેલ છે,પણ આ ચેકડેમ વાસ્તવમાં સ્થળ પર નથી અને માત્ર કાગળ પર જ છે.

Download Our B K News Today App



Related News