વિધાનસભા ચૂંટણી પહેલા દિયોદરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-11 13:54:22
  • Views : 378
  • Modified Date : 2022-10-11 13:54:22

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક હોવાથી બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયુ છે. જેમાં મહત્વની ગણાતી દિયોદર વિધાનસભા સીટ પુનઃકબ્જે કરવા કોંગ્રેસ પક્ષે ધનકવાડા હિંગળાજ માતાજીના મંદિરથી ઓગડજી મહારાજની થળી સુધી વિશાલ બાઇક રેલી યોજી હતી. ધનકવાડા હિંગળાજ માતાજીના મંદિરથી સર્વ સમાજ એકતા યાત્રા માટે દિયોદર વિધાનસભા ઇન્ચાર્જ ગિરિરાજસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને બાઇક રેલીનું દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના હસ્તે પ્રસ્થાન કરવામા આવ્યું હતું. જેમાં ઠેરઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓગડજીની થળી ખાતે ઓગડજી મહારાજના દર્શન કરી આભાર વિધિ કરી હતી. જેમાં  દીયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ રબારી સહિત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધન કરતા દિયોદર વિધાનસભા બેઠક પર ફરી એક વખત કોંગ્રેસનો ભવ્ય વિજય થાય તે માટે દરેક લોકોને ખભેેથી ખભો મિલાવી મતદાન કરવા અપીલ કરી હતી. વિધાનસભા ચૂંટણી પહેલા  કોંગ્રેસનું શક્તિ પ્રદશન જાેવા મળ્યું હતું.

Download Our B K News Today App



Related News