સુરતમાં સરદાર પટેલ જન્મજયંતિ અને ઈન્દિરા ગાંધીના શહીદ દિવસે કોંગ્રેસે પુષ્પાંજલિ અર્પણ કરી, કાર્યકરો માસ્ક વગર દેખાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-31 14:59:44
  • Views : 927
  • Modified Date : 2020-10-31 14:59:44

                      શહેરના મક્કાઈપૂલ પર આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને ઈન્દિરા ગાંધીના શહિદ દિવસ નિમિતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રાર્થના સભાની સાથે બન્ને નેતાઓને કાર્યકરોએ સૂતરની આંટી પહેરાવી છે. જો કે, આ દરમિયાન અમૂક કાર્યકરો માસ્ક વગર દેખાતા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા જાહેર કરવામાં આવેકોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રાર્થનાસભા અને પુષ્પાંજલિ તથા તસવીરો પર સૂતરની આંટી ચડાવીને કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે, દેશના બન્ને મહાન નેતાઓએ રાષ્ટ્ર માટે કરેલું કાર્ય ક્યારેય ન વિસરવું જોઈએ. વલ્લભભાઈએ દેશની એકતા માટે અને ઈન્દિરા ગાંધીએ દેશને મજબૂત કરવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.લા મેસેજમાં દરેકને સ્પષ્ટ સૂચના અપાઈ હોવા છતાં અમૂક કાર્યકરો સૂચના અને સરકારના નિમયોને ઘોળીને પી ગયા હોય તેમ માસ્ક વગર જોવા મળ્યાં છે.સરકારના નિમયો પ્રમાણે બે ગજની દૂરી જળવાવી જોઈએ પરંતુ પુષ્પાંજલિ અને સૂતરની આંટી વખતે ક્યાંય એ અંતર દેખાતું નહોતું. સાથે ઓછી જગ્યામાં વધુ કાર્યકરો એકઠા થયા હોવાથી બેઠક વ્યવસ્થામાં પણ અંતર ખાસ દેખાયું નહોતું. અમુક કાર્યકરો માસ્ક વગર દેખાતા સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ થયો હતો.          

Download Our B K News Today App



Related News