ગુજરાત પ્રદેશ પૂર્વ પ્રમુખની અધ્યક્ષતામાં થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-24 11:42:35
  • Views : 555
  • Modified Date : 2019-09-24 11:42:35

થરાદ ખાતે કોંગ્રેસ
સમિતિની કારોબારી મીટિંગ યોજાઈ જેમાં બનાસકાંઠા જિલ્લા તેમજ થરાદ તાલુકાના તમામ હોદેદારો અને આગેવાનો, કાર્યકતાઓની મીટિંગમાં આવનારી પેટાચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને વધુ મતોથી જીતાડી વિજય બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું તેમજ આવેલા આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું. ચુંટણીના આયોજન અને વધુમાં વધુ મતો થાય તેના માટે ચર્ચા કરવામાં આવી  આ કારોબારી મીટિંગમાં કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર આવે તેને જીતાડવાની હાંકલ કરવામાં આવી તેમજ ટીકિટની માંગણી કરનાર ઉમેદવારોમાંથી કોઈપણ ઉમેદવારને ટીકિટ મળે તેને બધા સાથે મળીને જીતાડવાની વાત કરવામાં આવી. આ કારોબારી સભામાં સિધ્ધાર્થ પટેલ, લાખાભાઈ ભરવાડ, દિનેશભાઈ ગઢવી, માવજીભાઈ દેસાઈ, શીવાભાઈ ભુરીયા, ગેનીબેન ઠાકોર, મહેશભાઈ પટેલ, થરાદ અગ્રણી ડી.ડી. રાજપૂત, આંબાભાઈ સોલંકી, માંગીલાલ  પટેલ, પથુભાઈ રાજપૂત, ગુલાબસિંહ રાજપૂત, ભીખાલાલ પટેલ, તુલશીભાઈ ઘુમડા, પ્રધાનજી ઠાકોર, પ્રવિણભાઈ વરણ બચુશા બાનવા, તેમજ કોંગ્રેસના તમામ હોદેદારો, આગેવાનો અને કાર્યકતાઓ હાજર રહ્યા હતા.


Download Our B K News Today App



Related News