રાધનપુરમાં અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ પર આકરા પ્રહારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-22 12:49:37
  • Views : 561
  • Modified Date : 2019-04-22 12:49:37

બનાસકાંઠામાં આજે રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે સભા સંબોધી હતી. જેમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસને પાડી દેવાની વાત સાથે ધાનેરાના ધારાસભ્ય નથા પટેલ માફી માંગે તેવી માંગ પણ કરી હતી. અલ્પેશ ઠાકોરે સભામાં સંબોધનમાં કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસને પાડી દેવાની વાત કરી હતી. સાથે કોંગ્રેસના નેતાઓ સામે પણ રોષ વ્યકત કરી અપમાન કરનારનો બદલો લેવા અપીલ કરી હતી. સાથે બનાસકાંઠાના ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્ય નથા પટેલે પોટલી અને રૂપિયા લઇ લેજો જે નિવેદન પર અલ્પેશ ઠાકોરએ કયા સમાજને કહ્યુ છે તે ખુલાસો કરે નહીં તો અમે ધારાસભ્ય પાસે જવાબ માંગીશુ. વિશાળ જનમેદનીની હાજરીમાં ચૂંટણી પ્રચારના અંતિમ સમયે અલ્પેશ ઠાકોરની સભાને લઇને કોંગ્રેસ માટે મોટો ઝટકો કહી શકાય તેમ છે. બનાસકાંઠામાં હવે ઠાકોર સમાજ અપક્ષ ઉમેદવાર તરફ મતદાન કરશે તો પરિણામ શું આવશે તે આવનારા સમયે ખબર પડશે.


Download Our B K News Today App



Related News