કુંવારવામાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા જનસંપર્ક યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 05:51:43
  • Views : 453
  • Modified Date : 2019-04-13 05:51:43

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીના કુંવારવા ખાતે ગઈ કાલ તા.૧૨-૦૪-૨૦૧૯ ને શુક્રવારના રોજ  સાંજે
૫ કલાકે ૩- પાટણ લોકસભા મતવિસ્તારના કોંગ્રેસ પાર્ટીના લોકલાડીલા ચાંગાના વતની જગદીશભાઈ ઠાકોરને વિજય બનાવવા કોંગ્રેસ કાર્યકરો દ્વારા લોકસંપર્ક યોજાયો. હેમુભાઈ જોષીએ પ્રાસંગિક પ્રવચનમાં જગદીશભાઈ એ કાંકરેજ તાલુકામાં કરેલ કામોની ગામ લોકોને જાણકારી આપેલ અને  જણાવેલ કે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેકે ખભેખભો મિલાવી કાંકરેજની ધન્યધરાના સપૂત જગદીશભાઈ ઠાકોરને બહુમતીથી વિજય બનાવી હાથને મજબૂત બનાવવા અપીલ કરેલ.આ પ્રસંગે કોંગ્રેસ તાલુકા સમિતિના પ્રમુખ હેમુભાઇ જોશી- શિરવાડા, જિલ્લા
પંચાયત સદસ્ય ભુપતાજી એન.ઠાકોર તેરવાડા સીટ, જિલ્લા પંચાયત સદસ્ય બલાજી ઠાકોર વડા સીટ, જિલ્લા પંચાયત સદસ્ય બચુજી ઠાકોર શિહોરી સીટ, યુથ કોંગ્રેસના પ્રમુખ ગૌતમભાઈ જોશી, સોશિયલ મીડિયા ટીમના પીન્ટુ મિયાણી, વિજય ઠાકોર, અજય ઠાકોર, રાહુલ ભરત ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય પુરણસિંહ વાઘેલા ઉણ સીટ, જિલ્લા પંચાયત સદસ્ય ઇશ્વરભાઇ ખટાણા ખીમાણા સીટ તેમજ નામી અનામી દરેક કોંગ્રેસ કાર્યકરો તથા ગ્રામજનો હાજર રહેલ.
 

Download Our B K News Today App



Related News