થરામાં કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય શિવાભાઈ ભૂરીયાના હસ્તે રિબિન કાપી ખુલ્લું મુકાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 10:32:58
  • Views : 479
  • Modified Date : 2019-04-12 10:32:58

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં ટોટાણા રોડ ઉપર એસ્સાર પંપ ની સામે મેદાનમાં આવેલ આૅફીસમાં ગઈ કાલ તા.૧૧-૦૪-૨૦૧૯ ને ગુરૂવારના રોજ બપોરે ૧૨.૩૯ મિનિટે પ.પૂ.સંત શિરોમણિ સદારામબાપુની છબીને કુ.મિતલબેન ચિનાજી ઠાકોર, કુ .ક્રુપાબેન વિનાજી ઠાકોર ના વરદ હસ્તે કંકુ તિલક કરી શિવાભાઈ ભુરીયા ધારાસભ્ય દિયોદરના વરદ હસ્તે રિબિન કાપી કોંગ્રેસ પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું..આ પ્રસંગે શિવાભાઈ ભુરીયાએ પ્રાસંગિક પ્રવચનમાં કે આપના લોકલાડીલા ઉમેદવાર જગદીશભાઈ ઠાકોર ને આગામી ૨૩ મી એપ્રિલે આપનો તથા આપના પરિવારનો કિંમત મત આપી વિશાળ લીડથી જીતાડી કોંગ્રેસનો હાથ મજબૂત કરવો પડશે. વાદ વિવાદ ટાળી વધુ વોટિંગ કરાવવા ભારપૂર્વક જણાવેલ.  આ પ્રસંગે માજી ધારાસભ્ય ધારસિંહભાઈ ખાનપૂરા, દિનેશજી ઠાકોર (ડી.ડી.જાલેરા), થરા નગર પાલિકા પૂર્વ-પ્રમુખ વિનોદજી આર.ઠાકોર, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હેમુભાઈ જોષી- શિરવાડા, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પૂર્વ પ્રમુખ દિનેશભાઈ ઠક્કર શિહોરી, થરા ઠાકોર ર્બોડિંગના પ્રમુખ ભૂપતાજી એન.ઠાકોર, મુર્તુઝાભાઈ  ઉકાણી મહામંત્રી કાંકરેજ તાલુકા  કોંગ્રેસ પાર્ટી, વેનાજી ઠાકોર ઉપ-પ્રમુખ કાંકરેજ તાલુકા  કોંગ્રેસ પાર્ટી પ્રેસરિપોર્ટર , પ્રગતિ બેંક થરાના ચેરમેન ચિનુભાઈ શાહ,  ભૂપતાજી ઠાકોર પાદરડી, ભૂપતાજી ઠાકોર મંગળપૂરા, બચુજી મુડેઠા, ગોપાળસિંહ, ઈશ્વરભાઈ ખટાણા, સુરેશભાઈ ખટાણા,  જેન્તીભાઇ રાજગોર, યુથ કોંગ્રેસ પ્રમુખ ગૌતમ સી.જોષી,ઉણ જિલ્લા પંચાયત સદસ્ય પુરાણસિંહ વાધેલા, વદનસિંહ વાઘેલા-ભલગામ, થરા શહેર કોંગ્રેસ સમિતિ ઉપ-પ્રમુખ જોગાજી ઠાકોર, હાર્દિક દેસાઈ, વિપુલભાઈ ડી.પ્રજાપતિ, વાસુદેવભાઈ એ.પ્રજાપતિ, અલ્પેશભાઈ શાહ, ભુપેન્દ્રભાઈ આર.શાહ, નરેશજી ઠાકોર, ઈકબાલ મેમણ, રમેજી ડી. ઠાકોર યુથ પ્રમુખ કોંગ્રેસ, પિન્ટુ મિયાંણી-સોશ્યલ મીડિયા,બલાજી ઈન્દ્રમાણા, સોવનજી આર. ઠાકોર-ગુરૂજી તેમજ કાંકરેજ તાલુકા માંથી વિશાળ સંખ્યામાં લોકો હાજર રહેલ. પેંડા કેવડો લઈ સૌ છૂટા પડ્‌યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હેમુભાઈ જોષીએ કરેલ.


Download Our B K News Today App



Related News