પાંચ હજાર રેમડેસિવિર ઈન્જેક્શનનું ગેરકાયદે વિતરણ કરવા અંગે ભાજપ-પ્રમુખ પાટીલ વિરુદ્ધ કોંગ્રેસના પરેશ ધાનાણીની હાઈકોર્ટમાં પિટિશન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-15 11:57:50
  • Views : 286
  • Modified Date : 2021-04-15 11:57:50

    ગુજરાતમાં હાલમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર ઈન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ ભાજપ દ્વારા વહેંચાતા ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માંગ કરી છે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા અંગે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

    ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઇકોર્ટમાં નવસારીના ધારાસભ્ય અને ગુજરાત ભાજપ પ્રમુખ ચંદ્રકાંત આર પાટીલ સામે જાહેર હિતની 36 પાનાની અરજી કરી છે. તેમાં ગુજરાત સરકાર અને સુરતના ધારાસભ્ય હર્ષ સંધવી સામે "અન-ઓથોરાઝ઼ડ ડિસ્ટીબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન" ના મુદ્દે જવાબ માંગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.આ સાથે કરેલી વધુ એક પિટિશનમાં માં રેમડેસિવીરી ઇન્જેકશનના ગેરકાયદે વિતરણ મુદ્દે પરેશ ધાનાણી દ્વારા ગુજરાત સરકાર, સી આર પાટીલ, ભાજપના ધારાસભ્ય હર્ષ સંધવી,સુરત કલેક્ટર અને સુરત પોલીસ કમિશ્નર અને રાજયના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન -ફુડ એન્ડ ડ્રગ કમિશનર એચ જી કોશિયાનો પણ જવાબ માંગવામાં આવ્યો છે.

    વિરોધ પક્ષના નેતાએ કરેલી જાહેર હિતની અરજીમાં "ફાર્મસી એકટ 1949"ના સેકશન 42નો ભંગ થવાની રજુઅઆત હાઇકોર્ટને કરવામાં આવી છે. જેમાં રજીસ્ટર ન થયેલી હોઇ તેવી વ્યકિત દ્વારા વિતરણનો ઉલ્લેખ છે. જેમાં નોંધાયેલો ફાર્માસીસ્ટ સિવાય કોઇ અન્ય કોઇ વ્યકિત મેડિકલ પ્રેકટિસનર દ્વારા લખી આપવામાં આવેલા પ્રીસ્ક્રિપશન વગર કોઇ દવા આપી શકે નહી. કાયદાની આ કલમનું ઉલ્લંધન થઇ રહ્યુ છે. આ ઉપરાંત ફાર્મસી એકટ 1948ને ટાંકીને એવી રજુઆત કરાઇ છે કે આ કલમનું ઉલ્લંધન કરનારને છ મહિનાની કેદની સજાની જોગવાઈ છે.

    રાજ્યમાં કોરોનાના સતત વધી રહેલા પ્રકોપને જોતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદથી 20 નવા ધનવંતરી રથનું લોકર્પણ કર્યું છે. એ દરમિયાન મુખ્યંમત્રીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સી.આર પાટીલે કરેલી 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા પર પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે સી.આર પાટીલને સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. બીજી તરફ કોંગ્રેસે પણ આ મામલે આક્ષેપો કર્યા છે.

    રાજ્ય કોરોનાની મહામારીમાં સપડાયું છે. હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મેળવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે પાછલા અમુક દિવસોથી ઝાયડસ હોસ્પિટલ બહાર લોકોની લાઈનો લાગતી હતી. આ વચ્ચે સુરતમાં સી.આર પાટીલે 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કરી આપી હતી. એવામાં મુખ્યમંત્રી રૂપાણીએ શનિવારે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સી.આર પાટીલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી એ વિશે તેમને પૂછો. સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. તેમણે કહ્યું, ગુવાહાટીથી જે આવી રહ્યું છે એની સાથે સરકારને કંઈ લાગતુંવળગતું નથી.

  

Download Our B K News Today App



Related News