બનાસકાંઠાના વિવિધ સંગઠનો અને દલિત સમાજ સાથે કોંગ્રેસે રેલી યોજી જીગ્નેશ મેવાણીને જેલ મુક્ત કરવા આવેદનપત્ર આપ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-26 11:40:10
  • Views : 229
  • Modified Date : 2022-04-26 11:40:10

બનાસકાંઠાના વિવિધ સંગઠનો અને દલિત સમાજ સાથે કોંગ્રેસે રેલી યોજી જીગ્નેશ મેવાણીને જેલ મુક્ત કરવા આવેદનપત્ર આપ્યુ

 

તાજેતરમાં વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી આસામ પોલિસ ધરપકડ કરી જેલમાં પુરી દીધો છે જેના પ્રત્યા ઘાતો સમગ્ર ગુજરાતમાં પડ્યાં છે જેમાં વિવિધ જિલ્લાઓમાં જીગ્નેશ મેવાણી ના સમર્થન આવદેનપત્ર આપી તાત્કાલિક જેલ મુક્ત કરો તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક ડીસા શહેરમાં બગીચા સર્કલ પાસે દલિત સમાજ તેમજ કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકરો એકઠા થઈને મેવાણી ને જેલ મુક્તના મુદ્દે હાથમાં પોસ્ટર સાથે રેલી યોજી દિપક હોટલ નજીક આવેલ ડૉ. બાબા સાહેબના પ્રતિમા પુષ્પ અર્પણ કરી વિવિધ સુત્રોચાર સાથે ડીસાના નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, પૂર્વ પાલિકા પ્રમુખ વિપુલ શાહ,પોપટજી દેલવાડિયા,ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ સિલેશ વ્યાસ દિપક પટેલ સહિત મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઉપસ્થિત રહી પ્રાંત કચેરીએ આવદેનપત્ર આપી સત્વરે ઝડપી જીગ્નેશ મેવાણી જેલ મુક્ત માટે માંગણી કરી છે જો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જીગ્નેશ મેવાણીનાએ સત્વરે જેલ મુક્ત નહીં કરે તો તમામ કાર્યકરો ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

 

Download Our B K News Today App



Related News