"વન નેશન, વન ઇલેક્શન" મુદ્દે ભાજપે પાલિકાની સભામાં દરખાસ્ત રજૂ કરતા કોંગ્રેસનો વિરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-27 16:38:59
  • Views : 46
  • Modified Date : 2025-03-27 16:38:59

વડોદરા પાલિકામાં કામની સભામાં ભાજપના સભ્યો દ્વારા "વન નેશન, વન ઇલેક્શન"ના સમર્થનમાં પ્રસ્તાવ કરતી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જે સામે કોંગ્રેસે સખત વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, હાલ જ્યારે આ બાબત જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સમક્ષ ચર્ચામાં છે ત્યારે આપણે આવી કોઈ દરખાસ્ત ચઢાવી ન શકીએ. કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પાલિકા લોકસભા કરતા ઉપર નથી તેથી જ્યારે આવી બાબત હજુ ચર્ચાને એરણે છે અને ખરડો લોકસભામાં પસાર કરાયો નથી ત્યારે આવી દરખાસ્તને સમર્થન આપવું ખોટું છે. સમગ્ર મામલે આખરે વોટીંગથી દરખાસ્તને મંજૂરી કરવામાં આવી હતી. 

રજૂ કરવામાં આવેલી દરખાસ્તમાં જણાવવામાં આવ્યું છે કે, પાલિકાના સભાસદો "એક રાષ્ટ્ર, એક ચૂંટણી"ની અવધારણાના સમર્થનમાં એક પ્રસ્તાવ પ્રસ્તુત કરીએ છીએ, જેનો ઉદ્દેશ ભારતના લોકતાંત્રિક માળખાને વધુ પ્રભાવી, પારદર્શી અને આર્થિક રૂપથી સદૃઢ બનાવવાનો છે. “એક રાષ્ટ્ર, એક ચૂંટણી"નો મુખ્ય ઉદ્દેશ લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીને એક સાથે યોજવાનો છે, જેથી સમય, સંસાધન અને વહીવટી ખર્ચની બચત થઇ શકે તથા દેશના વિકાસકાર્યોમાં નિરંતરતા બની રહે.

એક રાષ્ટ્ર-એક ચૂંટણીના લાભ થવાના છે જેમાં વારંવાર ચૂંટણી કરાવવામાં ભારે વહીવટી ખર્ચ અને સંસાધનોની બરબાદી થાય છે. એક સાથે ચૂંટણીથી ચૂંટણી ખર્ચમાં ભારે ઘટાડો થશે અને સુરક્ષા બળો, શિક્ષકો અને વહીવટી અધિકારીઓને વારંવાર ચૂંટણી યુટીમાંથી મુક્ત કરી શકાશે.

વારંવાર આદર્શ આચાર સંહિતા લાગવાના કારણે વિકાસની યોજનાઓ અટકી જાય છે. એક સાથે ચૂંટણી થવાથી આ મુશ્કેલી દૂર થશે અને સરકારો પોતાના વિકાસકાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. એક સાથે ચૂંટણી રાજનીતિક અસ્થિરતાને ઓછી કરવામાં મદદ કરશે, જેથી નીતિ નિર્માણમાં સ્થિરતા અને દીર્ઘકાલીન દૃષ્ટિકોણ સુનિશ્ચિત થશે. એક સાથે ચૂંટણીથી મતદાતાઓમાં વધુ જાગૃતિ અને ઉત્સાહનું નિર્માણ થશે, જેથી મતદાનની ટકાવારી વધશે અને લોકતંત્રને સશક્ત કરી શકાશે. ચૂંટણી પંચ અને રાજનીતિક દળોએ વારંવાર ચૂંટણી પ્રચાર માટે મોટી ઘનરાશિ ખર્ચ કરવી પડે છે. એક સાથે ચૂંટણી થવા પર ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે, જેથી ધનનો વઘુ સદુપયોગ થઇ શકશે.


સંસદમાં રજૂ કરાયેલા બિલને પસાર કરીને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે. ચૂંટણી પંચ પાસે જરૂરી તકનીકી અને વહીવટી સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે. દરેક રાજકીય પક્ષોએ સર્વસંમતિ બનાવીને આગળ વધવું જોઇએ. “એક રાષ્ટ્ર, એક ચૂંટણી" એક ક્રાંતિકારી પગલું છે, જે ભારતની લોકશાહીને વઘુ મજબૂત, પારદર્શક અને કુશળ બનાવી શકે છે. તેનાથી ન માત્ર સરકારના કામકાજમાં નિરંતરતા આવશે, પણ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પણ સુદૃઢ થશે. આથી, અમે આ પ્રસ્તાવને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ અને તેના અમલીકરણની દિશામાં નક્કર પગલાં લેવાની ભલામણ કરીએ છીએ.

Download Our B K News Today App



Related News