કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળે સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 06:54:24
  • Views : 481
  • Modified Date : 2019-04-05 06:54:24


લોકસભાની ઉમેદવારી પત્ર ભરવાનો ગુરૂવારે અંતિમ દિવસ હોવાથી બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ પોતાના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરી પહોંચીને પોતાનું ફોર્મ ભર્યું હતું. ગતરોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારોએ સભા સંબોધીને 

પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમાં કોંગ્રેસી ઉમેદવાર પરથી ભટોળે પોતાના ગામ રતનપુરમાં મોટી સભાનું આયોજન કર્યુ હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને કોંગ્રેસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તમામ નેતાઓએ મળીને પરથી ભટોળને જીતડવાનું આહવાન કર્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા. ત્યારે બાદ પરથી ભટોળ દ્વારા પાલનપુરના માર્ગો ઉપર રોડ શો કરાયો હતો અને નેતાઓની પ્રતિમા ઉપર ફુલહાર કરીને તેવો કોંગ્રેસી ધારાસભ્યો સાથે પોતાનું ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેમને તેમનું ઉમેદવાર ફોર્મ ભર્યું હતું અને પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પરથીભાઈ ભટોળે જણાવ્યું હતું કે  આજે મેં મારા સમર્થકો સાથે મારુ ઉમેદવારી ફોર્મ ભર્યું છે મને પૂરો વિશ્વાસ છે કે મારી જીત થશે.


Download Our B K News Today App



Related News