પાટણ લોકસભા મતવિસ્તારમાં આવતા વડગામ તાલુકા મથકે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-10 07:15:28
  • Views : 512
  • Modified Date : 2019-04-10 07:15:28

પાટણ લોકસભા મત વિસ્તારમાં  વડગામ તાલુકો તેમજ પાલનપુર તાલુકાના ૩૨ જેટલા ગામડાઓનો પાટણ સંસદીય મતવિસ્તારમાં સમાવેશ કરાયો છે. જેને લઈને લોકસભાની ચૂંટણીમાં વડગામ તાલુકાનો તેમજ પાલનપુર તાલુકાના ૩૨ ગામડાંઓનો
પાટણ મતવિસ્તારમાં આવતો હોવાથી સોમવારે વડગામ ખાતે પાલનપુર જવાના રોડ પર કોંગ્રેસ દ્વારા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યોલયનું ઉદ્‌ઘાટન વડગામના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલાના અધ્યક્ષસ્થાને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેમાં પાટણ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જગદીશભાઈ ઠાકોરના ભાઇ વિરસંગજી મોતીજી ઠાકોર, વડગામ કોંગ્રેસ સમિતિના પ્રમુખ દેવુસિંહ ડાભી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ માનસંગભાઇ ઉપલાણા બળદેવજી ઠાકોર, (નિઝામપુરા), ડોહજીભાઈ પટેલ (સલેમકોટ), અજીતસિંહ હડિયોલ, ભીખુભાઇ બિહારી, ભગવાનસિંહ સોલંકી (વડગામ), જિલ્લા પંચાયત સદસ્ય લક્ષ્મીબેન કરેણ, પ્રવિણભાઇ પરમાર, સહિત તાલુકામાંથી કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહીને વડગામ ખાતે કોંગ્રેસના કાર્યોલયને ખુલ્લું મુકાયું હતું.


Download Our B K News Today App



Related News