કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનની SP વિરુદ્ધ ફરિયાદ મુદ્દે ગરમાઈ રાજનીતિ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-04 17:53:04
  • Views : 111
  • Modified Date : 2023-07-04 17:53:04

બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે SP સામે કરેલી ફરિયાદ બાદ રાજકારણ ગરમાયુ છે. જિલ્લા ભાજપ પ્રમુખે SP સામે થયેલી ફરિયાદ બાદ SPની કામગીરીને બિરદાવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ગેનીબેન સહિત કોંગ્રેસ સામે સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યુ કે રાહુલ ગાંધીની કોંગ્રેસ દારૂના બુટલેગરોને બચાવી રહી છે. કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય બુટલેગરને બચાવવા પોલીસ અને રાજ્ય સરાકર પર દબાણ લાવી રહી છે. એક તરફ સરકાર ડ્રગ્સ અને દારૂ સામે કડક હાથે કામ કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ બુટલેગરોને છાવરતી હોવાનો પણ જિલ્લા ભાજપે ગંભીર આક્ષેપ કર્યો છે.બીજી તરફ ગેનીબેન ઠાકોરે પણ જિલ્લા ભાજપ પ્રમુખ પર વળતો પ્રહાર કર્યો છે. ગેનીબેનએ આક્ષેપ કર્યો કે જનતા જાણે છે કે બુટલેગરોને છાવરવાનું કામ કોણ કરે છે ? બનાસકાંઠાથી ગાંધીનગર સુધી હપ્તા કોણ લે છે ? આ સાથે તેમને પોતાની પાસે બુટલેગરોનું લિસ્ટ હોવાનુ અને સમય આપે તો તમામ વિગતો આપવાનો દાવો પણ કર્યો છે.

Download Our B K News Today App



Related News