કોંગ્રેસ નેતાએ કહ્યું- ચીન આગ મોદીએ શિશ ઝૂકાવી દીધું, ફિંગર 3થી 4 વચ્ચેની આપણી જમીન ચીનને આપી દીધી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-12 12:02:03
  • Views : 219
  • Modified Date : 2021-02-12 12:02:03

    રાહુલ ગાંધીએ ચીન મુદ્દે કહ્યું કે, આવતીકાલે રક્ષામંત્રીએ સંસદમાં પોતાની વાત કહી, જેમાં અમુક વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ. ભારત સરકારની પોઝિશન મામલાની શરૂઆતમાં હતી કે એપ્રિલ પહેલાની સ્થિતિ લાગૂ કરાશે, પરંતુ હવે રક્ષામંત્રીએ આવીને નિવેદન આપ્યું કે આપણી જગ્યા ફિંગર 4 પર છે, પણ સરકારે ફિંગર 3 પર સહમતિ કેમ આપી. વડાપ્રધાન અને રક્ષામંત્રીએ ભારતીય જમીનને ચીનના હવાલે કેમ કરી.

    આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ સોશિયલ મીડિયા પર વળતો પ્રહાર કર્યો છે. રેડ્ડીએ સવાલ કર્યો છે કે, ચીનને જમીન કોણે આપી દીધી? નહેરુને પૂછો.ડેપસાંગ વિશે રક્ષા મંત્રીએ એક શબ્દ ન કહ્યો રાહુલે આગળ કહ્યું કે, ચીનની સેના સ્ટ્રેટિજિક એરિયા ડંપસાંગથી અંદર આવી છે. અત્યારે પણ અહીં ચીની સેના આવેલી છે. તે વિશે ડિફેન્સ મિનિસ્ટરે ગૃહમાં એક શબ્દ ન કહ્યો. ભારત સરકાર આપણી પવિત્ર જમીન ચીનને આપી રહી છે. વડાપ્રધાન મોદી આપણી સેનાનું અપમાન કરી રહી છે. તેઓ આપણી સેનાના બલિદાન સાથે દગો કરી રહ્યા છે. ભારતમાં કોઈને પણ આવું કરવાની મંજૂરી ના મળવી જોઈએ.ભારત અને ચીનની સેનાઓ લદ્દાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પરથી હટવા માટે તૈયાર થઈ ગઈ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે રાજ્યસભામાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે, પેંગોંગના નોર્થ અને સાઉથ વિસ્તારમાં ડિસએન્ગેજમેન્ટની સમજૂતી થઈ ગઈ છે. જો કે, હાલ પણ અમુક વિવાદ બાકી છે. ચીન સાથે વાતચીતમાં આપણે કંઈ ગુમાવ્યું નથી.

    રક્ષા મંત્રીએ કહ્યું કે, ભારતીય સેનાએ તમામ પડકારોનો સામનો કર્યો છે. ઘણા વિસ્તારોને ચિન્હિત કરાયા છે, જ્યાં આપણી સેનાઓ હાજર છે. લદ્દાખના ઊંચા શિખર પર પણ આપણી સેનાઓ હાજર છે, એટલા માટે આપણું વર્ચસ્વ છે. જે શહીદોના પરાક્રમ પર ડિસએન્ગેજમેન્ટ આધારિત છે, તેમને આ દેશ યાદ રાખશે.


Download Our B K News Today App



Related News